પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
સાઠીનૂં વાઙ્‌ગમય.

હતા. કવીશ્વરને મળવાને એમને ઘણી ઉત્કંઠા હતી તેથી અમે બધા એમને ત્યાં ગયા. કવીશ્વર તે વખત બીલકુલ દેખતા ન હતા. અરસ્પરસ ઓળખાણ કરાવ્યા પછી એમના ખાટલાની સામે અમે બધા બેઠા અને રા. ખાપર્ડે કાંઈ કવિતા બોલવાને વિનતિ કરી. એટલામાં કોઈએ અનાયાસે કહ્યું કે રા. ખાપર્ડે કવિ નર્મદના ઘાડા મિત્ર છે. તરત થોડીવારે એમણે રા. ખાપર્ડે તરફ મોં ફેરવીને પોતાની ‘દુરાચારી વ્યભિચારી જો વિચારી’ એ ગરબી જૂસ્સાથી ગાઈ ! આ ગરબી વ્યંગ્યથી ભરેલી છે એટલું જ નહિ પણ એમાં ખૂદ નર્મદનું નામ પણ ચતુરાઈથી મુક્યું છે ! બન્ને કવિયો વચ્ચે મિનાકેસો કેટલો અને કેવો હશે તેનો ખ્યાલ આપવાને આવી ક્ષુલ્લક વાતો બહુ મદદગાર થઈ પડે છે. કવિ નર્મદે પોતાના પુસ્તકમાં પોતાની છબી મુકી હતી. ત્યારે દલપતરામે પોતાના ગ્રંથમાં જ્યાં છબી મુકાય તે જગાએ એક દોહરો લખ્યો હતો કે:—

શું જોશો તનની છબી એમાં નથી નવાઈ,
નિર્ખો મુજ મનની છબી ભલા પરીક્ષક ભાઈ.

સુરત તરફના કોઈ ઠોળીઆએ આ દોહરાનો ઉત્તર પોતાના નામ વગર લખ્યો છે પણ અમે તે અહીં લખતા નથી. આવા વિનોદી ટુચકા છોડીને અમારા પ્રસ્તુત વિષયપર આવીએ.

આખ્યાનમાં કે વાર્ત્તામાં, ગરબીમાં કે વૃત્તમાં, વહેમને ઠોક પાડવામાં કે સત્પુરૂષના ગુણગાનમાં, સભાને રંજન કરવામાં કે જૂના કવિયોની પેઠે અલૌકિક ચાતુર્ય બતાવવામાં આ વૃદ્ધ કવીશ્વરની સરસ્વતિ સદા તત્પર જ રહેતી. જે કરે તેમાં એમની પ્રાસાદિક વાણી શ્રોતાને આનંદ જ આપતી. “એક સુધારક તરીકે આપણા કવીશ્વર ઉછાંછળાપણાનો ત્યાગ કરીને વર્ત્તનાર, પોતાના ધર્મને રહસ્યની સમજણ પૂર્વક વિવેક રાખીને વળગી રહેનાર પરંતુ અન્ય ધર્મવાળાઓનો આગ્રહથી તિરસ્કાર કરી મન દુ:ખાવવાની મૂર્ખાઇથી વેગળા રહેનાર, શુદ્ધ નીતિને આચરનાર તથા ઉચ્ચારનાર, જૂની અને નવી બાબતોમાંથી વિવેક રાખી સારાસાર ગ્રહણ કરનાર, સાદાઈ અને ધીરજને પસંદ કરનાર અને ઉછરતી પ્રજાને સંસાર સાગરમાં ખરી