પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
સાઠીનૂં વાઙ્ગમય.



માથામાં મગરૂબી રાખી ઠાઠ રચે છે ઠાલો
દૈવતનું તો દિંટ મળે નહિ એ રાણીનો સાળો.”
કા.કૌ.

આ કોટીની કવિતાની વાત કરતાં ઘણાં વર્ષપર બહાર પડેલી ‘પાણીપત’ નામની ચોપડીને ભૂલી જવાય એમ નથી. એ નાનું પણ મઝાનું કાવ્ય છે. સરળ બાનીમાં લખાયલું, સ્વદેશ પ્રીતિથી ઉભરાતું ‘પાણીપત’ દરેક વાંચનારને યાદ હશે. રા. હરગોવંદદાસે જ લખેલી કેટલીક કવિતા ‘સીતાના કાગળ’ ને નામે પ્રથમ શાળાપત્રમાં આવતી. રસથી છલકાતી આ હોરીઓ પણ આ કોટીની અને તેના સારા નમુના જેવી છે. આવી મધુર કવિતા ઝરણીને સુવી નાંખીને ગુજરાતી વાંચકોની તેનું પાન કરવાની મઝા રા. હરગોવંદદાસે કેમ નિર્મૂળ કરી હશે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. પાણીપતના કેટલાક પ્રસંગ ખરેખાત મનોહર છે.

‘ધર્મ વિષયમાં ઉપાલમ્ભ, ચાબખા, બોધપ્રધાન શિક્ષાવચનો, કે કૃષ્ણલીલાનાં શૃંગારરસમય વર્ણનને બદલે ખરેખરા કવિત્વયુક્ત પદ્ય રચનાર ગુજરાતમાં આપણા ભક્ત કવિ સ્વ. ભોળાનાથ સારાભાઇ જ પ્રથમ છે. હૃદયને પ્રસન્ન કરી ઉન્નત ભાવનાનું ભાન કરાવી ઉપદેશ આપવો એ કવિતાનો ધર્મ છે, તે ચાબખાઓમાં સચવાતો નથી. એવી કવિતામાંથી આનંદ આપવાની શક્તિ જતી રહે છે. આનંદ આપવાની શક્તિ જતી રહે છે એટલું જ નહિ પણ બોધની સફળતા બાજુએ રહી, *[૧]જુગુપ્સા ઉત્પન્ન થાય


  1. * આ વાક્યનું સત્ય બતાવવા અમે એક નજરે જોએલી વાત કહીશું. સુરતમાં અમારા એક મિત્ર હતા. કવિતામાં, ચિત્રમાં, દરેક રસભરી વાતમાં એમની સમજ ઉંડી હતી અને સઘળા લોકોમાં એ વાત જાણીતી હતી. કોઈએ નવી કવિતા કરી હોય તો એમને વંચાવવા આવતું. સારૂં ચિત્ર દોરનાર પણ એમને બતાવે. પ્રખ્યાત ચિતારા મી. હાંસજી-જેના ચિતરેલા અને ભરૂચ પ્રદર્શનમાં ઘણું કરીને મુકેલા એક ચિત્ર વિશે સ્વ. હ–હ–ધ્રુવે–‘ચિત્ર દર્શન’ નામની કવિતા લખી છે તેઓ ધરાધરી અમારા આ મિત્રને નવાં ચિત્ર બતાવીને અભિપ્રાય માગતા. સારો ગવૈયો, કથા કહેનાર, ભજન કરનાર સુરતમાં પ્રથમ એમની પાસે આવતો. એ