પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
સાહિત્ય (ચાલુ).

કાવ્ય–થી ભરપૂર કુસુમમાળા ઓર આનંદ આપે છે. આ દેશની કવિતાની પદ્ધતિથી પાશ્ચાત્ય દેશની કવિતાની પદ્ધતિ કંઈક જૂદી છે. આપણા સાહિત્યમાં અંતર્ભાવપ્રેરિત કવિતાની ખોટ છે. કુસુમમાળા પરત્વે ‘પ્રિયંવદા’ માં તે કાળે કટાક્ષથી કેટલીક ટીકા થઈ હતી. પશ્ચિમનું તે બધું ખોટું આવી દુરાગ્રહ ભરેલી માન્યતામાં જ સ્વદેશાભિમાન રહ્યું છે એવી સમજથી એ ટીકા લખાઈ હોય એમ અમને લાગે છે. પશ્ચિમની કવિતા–પશ્ચિમનાં કુલો વગેરે માત્ર દેખાવમાં સુંદર છતાં ‘રસરૂપ સુગંધ વર્જીત’ છે એવું કહેનારનું અંગ્રેજી સાહિત્યનું તેમજ ઉદ્યાનવિદ્યાનું જ્ઞાન અને અનુભવ જ ઉઘાડો પડે છે ! કુસુમમાળાની અંદરનાં વર્ણનાત્મક કાવ્યોની અંદરનાં વર્ણન લોકોત્તર છે એટલે સાધારણથી ઘણી ઉંચી જાતનાં છે. ‘રા. નરસિંહરાવની કલ્પના જેટલી વિશાળ અને દૂર પહોંચનારી છે તેટલી જ તે લલિત અને મનોહર છે. તેનો વાસ જ સુંદરતાના સરોવરમાં છે. એમની કલ્પનાને હૃદયની ઉર્મિ ઘડીઘડી આવી મળે છે, અને બન્ને મળી રસને સમગ્ર કરે છે. ભાવનું દર્શન આપવાની એમની ઘણુંખરું એક જ રીતિ છે’ એમની ચિત્રરચનાની કુશળતા ઉત્કૃષ્ટ છે. રા. રા. નરસિંહરાવે ‘હૃદય વીણા’ નામનું બીજું કવિતાનું પુસ્તક ગુજરાતી સાહિત્યમાં ઉમેર્યું છે. આમાં ઉત્તમ પંક્તિનાં કાવ્યોનો સંગ્રહ છે. આ કાવ્યોમાં રા. નરસિંહરાવનું વિશિષ્ટ કવિત્વ અને કુશળ કળાવિધાન સહૃદય જનોને આનંદ ઉપજાવે છે એમની ભાષા અતિશુદ્ધ અને કાવ્યને ઉચિત માધુર્યવાળી છે છતાં અમુક શબ્દો જેવા કે રાત્ય, આંખ્ય, કાવ્ય, હેવી વગેરેની જોડણી વિચિત્ર રાખી છે. મણિશંકરનું નાનું ‘વસંત વિજય’ તેમજ બીજા લેખકોનાં છૂટાં છૂટાં સંગીત કાવ્યો, આ જાતનાં છે.

પારસી કવિ ખબરદારે પોતાની શુદ્ધ ભાષાથી વાચકગણને સાનંદાશ્ચર્ય ઉપજાવ્યું છે. એક સમય એવો હતો કે જ્યારે પારસીભાઈઓ શુદ્ધ ગુજરાતી શું તે સમજી શકતા નહિ. શુદ્ધને બદલે ‘ષૂઢ’ લખનાર અને બોલનારે ગુજરાતી પ્રજાને ‘ષૂઢ ગુજરાતી’ શિખવવાને એકાદ પુસ્તક ધરાધરી બહાર પાડ્યું હતું ! આ પુસ્તકમાં પારસીસાઈ ગુજરાતી તે જ