પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
ગદ્ય ગ્રન્થો.



પ્રકરણ ૪.

ગદ્ય ગ્રન્થો.

(૧) કહેવતો ઇત્યાદિ:—

આ સાઠીની શરૂવાતમાં જ જમાનાના જમાનાથી સૂત્રરૂપે પ્રચલિત કહેવતો સંગ્રહ કરવા તરફ લખનારાઓનું ધ્યાન ગયું હોય એમ જણાય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી સ્વ. મગનલાલ વખતચંદે સને ૧૯પ૧ માં 'કથનાવળિ' નામે નાની ચોપડી બહાર પાડી હતી. થોડાં વર્ષ પછી 'કથન સપ્તશતી' ગુજરાતી સાહિત્યમાં ઉમેરાઈ હતી. સને ૧૮૬૦ માં ગુજરાતી કહેવતો અને તેને મળતી અંગ્રેજી કહેવતોની ચોપડી પ્રગટ થઈ હતી. સુરતવાળા મંછારામ અને કીકાભાઇએ ' ગુજરાતી કહેવતોની ચોપડી ' લખી હતી. ત્યારબાદ કહેવતો સંબંધી સારૂં અને મોટું પુસ્તક રા. દામુભાઇએ પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકમાં એ વિષયનો એક સારો નિબંધ પણ ઉમેર્યો હતો. 'કહેવત માળા’ , 'કહેવત સંગ્રહ' વગેરે પુસ્તકો પણ બહાર પડ્યાં છે. કોઈ પારસી ગૃહસ્થ તરફથી 'કહેવતોનાં મૂળ' નામે કેટલીક અશ્લીલતાભરી વાતોવાળું પુસ્તક પ્રગટ થયું હતું.

(૨) નિબંધો અને બીજા ફુટકળ વિષયના ગ્રંથો:—

આ સાઠીમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી ઘણા નિબંધો લખાવાયા છે. મર્હૂમ કરશનદાસ મૂળજીની 'નિબંધમાળા', રા. રણછેડભાઇનો 'વિપત્તિ વિશે નિબંધ', મર્હૂમ મનઃસુખરામનો 'અસ્તોદય’ અને મર્હૂમ યાજ્ઞિકનો ‘ દેશીરાજ્ય અને મનુસ્મૃતિમાંનો સાર ' એ પુસ્તકો ઘણાં વર્ષ પહેલાં પ્રગટ થયાં હતાં. ઓનરેબલ ડા. મેક્ષમ્યુલરના 'ધર્મની ઉત્પત્તિ'નું ભાષાન્તર થયું છે. 'અવસ્તા જમાનાની પારસી સંસારની બાબત' નામે પારસી કલમથી ભાષણ તરીકે લખાયલો નિબંધ પ્રસિદ્ધ થયો છે. ‘શંકરાચાર્યના સમયનો નિર્ણય’ નામે વિદ્રત્તા અને શ્રમભર્યો