પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
સાઠીનૂં વાઙ્‌ગમય.

નિબંધ રા. કૃષ્ણલાલ દેવાશ્રયીએ બહાર પાડ્યો હતો. આ પ્રમાણે ઘણા નિબંધો પ્રગટ થયા છતાં પણ વિષયની સાધારણ ચર્ચા કરતાં વિશેષ નિરૂપણ કર્યું હોય એવાં પુસ્તકો લખાયાં નથી. તેમજ એક વિષયના વિસ્તારવાળા વિવેચનવાળાં નવાં સ્વકલ્પિત પુસ્તકો લખાયાં જાણ્યામાં નથી. એવા સાહિત્ય તરફ વલણ હોય એમ જણાતું નથી.

(૩) ગદ્ય ગ્રંથો:–નવલકથા વગેરે:—

ગુજરાતીમાં ગદ્ય ગ્રંથોને અભાવે શરૂવાતમાં શૈલીનું કોઈ ધોરણ નહતું. જોકે નર્મદાશંકરની પહેલાં કેટલાક ગ્રંથો અસ્તિત્વમાં આવ્યા હતા, પણ લેખક તરીકે જ જીંદગી અર્પણ કરનાર એજ પહેલા હતા. એમના જૂદે જૂદે સમયે લખાયલા ગદ્ય ગ્રંથોની શૈલી જૂદી દેખાય છે. કોઈ નર્મદની શૈલીના ત્રણ વર્ગ પાડે છે. પ્રથમ વર્ગમાં એમના પ્રથમ લખેલા લેખ–જેવા કે ‘મંડળી મળવાથી થતા લાભ', 'સ્વદેશાભિમાન’ અને ‘કવિ અને કવિતા' જેવાં લખાણો, બીજામાં એમનો ' રાજ્યરંગ ' અને ત્રીજામાં એમનો 'ધર્મવિચાર' અને કેટલાંક નાટકોનો સમાવેશ થાય છે. પહેલાની ભાષા ઉછળતી, ઉત્સાહ, ઉન્માદ ભરેલી અને જૂસ્સાદાર છે; બીજાની કાંક ગંભીર, પ્રૌઢી, સમગ્રતા અને રસની જમાવટવાળી અને ત્રીજાની ગંભીર, ટૂંકી સૂત્રરૂપ અને અર્થવચ્છદ છે. સ્વ. નવલરામ આ છેલ્લીને 'એકાગ્ર શેલી' કહે છે.

સ્વ. નવલરામે નર્મદ વિશે એક જગાએ કહ્યું છે કે ગદ્યમાં તો એને ( નર્મદનું ) હસાવવાનું જોર જબરૂં છે. વળી કોઈ આવી હાસ્યરસ ઉત્પન્ન કરવાની શકિતના ઉદાહરણમાં 'દાંડીઆ'નો દાખલો આપે છે. દાંડીઓ મુખ્યત્વે એમની કલમથી લખાતો. અમારો અદના અભિપ્રાય એવો છે કે દાંડીઓનો હાસ્યરસ એ રસ જ નથી. ગંજેરી અને ફક્કડ લોકોની અશ્લીલતા ભરેલી મજાકો માત્ર એમાં છે. વખતે કોઇક લેખ શુદ્ધ સમ ખાવા હશે તો હશે. દીલગીરી સાથે કહેવું પડે છે કે 'અશ્લીલતા' તરફ કવિનું વલણ જ લગાર વધારે જણાય છે. જેને અમારા કહેવાની લગીરે શંકા થાય તેમણે એમનો વ્યભિચાર વિશે નિબંધ, અને નર્મકવિતાની પ્રીતિ વિષયની ઘણી ખરી અને