પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
ગદ્ય ગ્રન્થો.

અને તેમાં સામાન્ય હિંદુ કુટુંબમાં રહેતાં સ્ત્રીપુરૂષોના સ્વભાવ અને લાગણીઓનું હાસ્યજનક ચિત્ર ઉપહાસમાં આલેખ્યું છે. આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે ગુજરાતી વાંચનારી પ્રજાએ એને સારો આવકાર આપ્યો હતો. હાથમાંથી પૂરૂં કર્યા વગર મુકવું ન ગમે એવું મઝા આપનારૂં આ પુસ્તક બીજી આવૃત્તિમાં કદમાં મોટું થયું છે. પણ કદના વધારા સાથે જાણે એની મઝા ઘટી હોય એમ બીજી આવૃત્તિ પહેલી આવૃત્તિ કરતાં ઉતરતી થઈ છે. વાંચનારાઓને પહેલી આવૃત્તિ મળતી નથી. અમે ઈચ્છીએ છઈએ કે રા. રમણભાઇ પ્રથમ આવૃત્તિ વધારા ઘટાડા સિવાય ફરી છપાવીને વાંરાનારાઓની આ ઈચ્છા પૂરી પાડશે.

ગુજરાતી ભાષામાં પહેલવહેલી લખાયલી 'નવલકથા' તે સ્વ. નંદશંકરનો 'કરણઘેલો' છે. વસ્તુતઃ એ ગુજરાતીમાં બીજી નવલકથા છે પણ કોણ જાણે કેમે પહેલી ગણાઈ છે. પોતાની પ્રસ્તાવનામાં સ્વ. નંદશંકર લખે છે કે 'આ પ્રાન્તના ઘણાખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્ત્તાઓ વાંચવાનો ઘણો શોખ છે. પણ હજી સુધી વાર્તાઓ પદ્યમાં લખાયલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે, અને છે તે લોકોમાં પ્રસિદ્ધ નથી. આ ખોટ પુરી પાડવાને તથા ઇંગ્રેજી ગાથા તથા વાર્ત્તાનાં જેવાં ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરાવવાને આ પ્રાન્તના માજી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મહેરબાન રસલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી તથા એવી એક વાર્ત્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું. આ ઉપરથી આ પુસ્તક મેં રચ્યું.’ આ પ્રમાણે આ પુસ્તક સન ૧૮૬૮ માં પ્રસિદ્ધ થયું. ઇંગ્રેજી નવલકથાનો નમૂનો ગુજરાતી સાહિત્યમાં દાખલ કરવાના ખાસ ઉદેશથી આ પુસ્તક લખાયું હતું. અત્યારસુધીમાં 'સાસુ વહુની લઢાઈ’ નામે હાસ્યરસ વાર્ત્તા' સિવાય જે જે પ્રસિદ્ધ થયું હતું તે પરભાષાના તરજુમા જ હતા. ગ્રંથકર્ત્તાનો આ પહેલો જ પ્રયાસ હતો તેમ ભાષામાં એ પહેલું જ નવલકથાનું પુસ્તક હતું, તેથી તેમાં ખામીઓ હતી. નંદશંકરની રીતભાત વર્ણવવાની શક્તિ ખરેખરી અદ્‌ભુત છે. માધવના મહેલનું વર્ણન વાંચતાં તે આપણી નજર આગળ આવીને ખડો થઈ