પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
સાઠીનૂં વાઙ્‌ગમય.

જાય છે. રાજદરબાર, સમીપૂજન, લશ્કરી રમતો, વાઘને હાથીની સાઠમારી, આતશબાજી, સ્મશાન, સતી થતી વખતનો દેખાવ, વગેરે વર્ણનો ઘણી રસભરી ભાષામાં જોઈએ તેવાં કર્યા છે. આમ છતાં પણ કેટલાંક વર્ણનો જોઈએ તેથી વધારે લાંબાં અને લખાણ તાલમેલીયું છે. ચોપડી વાંચવા પછી હાથમાંથી છોડવી ગમે નહિ એને સાધારણ રીતે રસ પડવો એમ કહે છે. નવલરામ એને મઝા કહે છે. આ પુસ્તકમાં મઝા સાધારણ છે, પણ મનોવિકારનાં ચિત્રોમાં સચ્ચાઇ જોવામાં આવતી નથી. અને મનોવિકારનાં સચોટ ચિત્રોને રસ કહીએ તો આ પુસ્તકમાં રસ નથી. કરણે રૂપસુંદરીનું હરણ કર્યું તે વખતનો દોઢ પાનાનો વિલાપ કેવળ તાલમેલીઓ છે. હિંદુ સ્ત્રીઓ કૂટતી વખત મલાવીને જૂઠા રાગડા તાણે છે તેના જેવો ઢોંગ ભરેલા અને દિલ વગરનો છે. તેમજ રૂપસુંદરીના હૃદયમાં માધવના વિયોગનું દુઃખ અને એ વિયોગના પડાવનાર દુષ્ટ કરણનો પ્રેમ જતો રહેશે એવી ચિંતા એ બે મનોવૃત્તિયો એક સાથે હોય નહિ. કરણના મરણના સમાચાર વખતે એ કીર્ત્તિ વિશે નિબંધ ભણી જતી હોય એવું દેખાય છે. સતી થવા જેવું ઉગ્ર કર્મ આરંભી બેઠેલી સ્ત્રીને વિધવાપણાનાં દુ:ખ, શૃંગાર અને સારાં સારાં લૂગડાંનો નાશ સાંભરી આવતો નથી. તેમજ સતી થતી બૈરીને ઈશ્વરપ્રાર્થના કરતાં સૂજે કે હે પરમેશ્વર, ભાનુ, ચંદ્ર, સાગર, ગિરિ ઝાડપાન એ સઘળી તારી કૃત્તિ છે; તેમજ લાંબી પ્રાર્થના કરે એ પણ સ્વાભાવિક નથી. નવલરામ કહે છે તેમ સતી થવાના અદ્‌ભુત ભયાનક રસની સાથે વનનું લલિત વર્ણન મુકવું એ સ્મશાનમાં બળતી ચિતા આગળ દાદરા ઠુમરી ગાવા બેસવા જેવું રસિકતાની વિરુદ્ધ છે. વાર્ત્તામાં જ્યાં જ્યાં ગ્રંથકર્ત્તા જાતે ચિત્ર છે અથવા વિચાર આપે છે–અને આવો ભાગ ઘણો જ છે — ત્યાં અક્ષરે અક્ષરે પણ થોડી ઘણી રમૂજ પડ્યા વગર રહેતી નથી, પણ જ્યાં એ બીજાને બોલાવવાનું કરે છે કે ગડબડગોટા વાળવા માંડે છે કરણ રાજા સિવાય ઘણું કરીને સઘળાં ગુણ–ચિત્રોનાં છૂટાં છૂટાં અંગને શણગારવામાં જેટલો શ્રમ લીધો છે તેટલો તે એકએકને અનુકુળ કરવામાં લીધો નથી. ઘણે ઠેકાણે રસભંગ થવાનું કારણ આ છે. આમ હોવા છતાં પણ ભાષા સાદી પણ અર્થવાહક છે અને શૈલી સબળ તથા