પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
ગદ્ય ગ્રન્થો.

 અસરકારક છે. ગ્રંથકર્ત્તાના વિશેષ બુદ્ધિપ્રભાવને લીધે એ પુસ્તક ઘણું રૂચિકર અને ચિતાકર્ષક બન્યું છે. કરણઘેલામાં રોમેન્સ અને નોવેલ બન્નેનાં અંશનું મિશ્રણ છે. આ પુસ્તક પછી ગ્રંથકર્ત્તાએ બીજું કઈ પુસ્તક રચ્યું નહિ એ શોચનીય છે. પરંતુ એ એકજ નવલકથાએ ગ્રંથકર્તાને નવલકથાકારનું ઉપપદ યોગ્ય રીતે અપાવ્યું છે. આ નમૂના પ્રમાણે ઐતિહાસિક વૃત્તાંતોને આધારે 'વનરાજચાવડો' અને ‘સધરાજેશંગ’ નામની બે નવલકથાઓ રા. સા. મહીપતરામે લખી છે. જે જનમંડળને સારૂ લખાઈ છે તેને રૂચતી સરળ ભાષા એ નવલકથાઓમાં છે. કેટલાંક વર્ણનો મઝા ઉત્પન્ન કરે એવાં અને કેટલાંક જોઈએ તે કરતાં લાંબાં છે. આખી કથાઓમાં જે કાળે એ લખાઈ છે તે કાળનો સુધારાનો ઉત્સાહ વ્યાપ્તમાન દેખાય છે. લોકોમાં ચાલતી વાતો, ટુચકા, જોડકણાં વગેરેનો એમાં છૂટથી ઉપયોગ કર્યો છે. કેટલીક જગાએ અશ્લીલતા પેસવા પામી છે છતાં પણ એ બે નવલકથાઓ લોકોને રૂચિકર થઈ પડી હતી અને ઘણી વંચાઈ છે.

ઈતિહાસના પાયા વગરની છતાં તેના આભાસવાળી 'અંધેરી નગરીનો ગર્ધવસેન' નામની નવલકથા રા. સા. હરગોવંદદાસ કાંટાવાળાએ લખી હતી. ‘દેશી કારીગરી’ અને ‘પાણીપત’ વાળા રા. હરગોવિંદદાસની બાની આ પુસ્તકમાં નજર પડતી નથી. ઉક્ત પુસ્તકોથી તદ્દન જૂદી અને વિચિત્ર શૈલીમાં આ નવલકથા બહાર પડી છે. ગુજરાતી ભાષાનો શબ્દભંડોળ વધારવા ગામડીઆ અને પ્રાંતભેદના શબ્દ વાપરવાની પ્રસ્તાવનામાં લાંબો બોધ કર્યો છે. ગામડીઆ બોલથી સુશિક્ષિત વાંચનારના મનમાં તિરસ્કાર ઉત્પન્ન થાય જ અને તેથી ગમે તેવા ગ્રંથની પૌઢીનો ભંગ જ થાય. ઘરખુણીઆ શબ્દોને વાક્યો વાપરવાની પોતે જ પ્રતિજ્ઞા કર્યા છતાં આ પુસ્તકમાં કર્ત્તાની હમેશની સરળતા જતી રહીને આડંબર અને ક્લિષ્ટતા પેશી ગઈ છે. આ વાર્ત્તાનું પહેલું વાક્ય જ અડધું પાનું ભરાય એવું છે !

કલ્પિત અંધેરી નગરીમાં ગર્ધવસેન કરીને રાજા હતો. ક્યારે હતો તે સમય આપ્યો નથી. તેમજ કાળચિત્ર આલેખવા કોઈ પણ રીતનો બંધ રાખ્યો