પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
સાઠીનૂં વાઙ્ગમય.

 એક ભાષણમાં રા. રમણભાઇ, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનાજ ગ્રંથાલયની હકીકત આપે છે કે તેમાં સને ૧૯૦૯ ના માર્ચ માસમાં ૯૯ નાટકો અને ૨૧૨ નવલકથાઓ હતી.

ઇંગ્રેજી નવલકથાના પરિચયને લીધે તેમાંની ઘણીકનાં ગુજરાતીમાં ભાષાન્તર, પ્રતિકૃતિયો અથવા રૂપાંતર, અને એમની ધાટીપર ઘણી નવલકથા થઈ છે. ઘણાં વર્ષો ઉપર “પોલ અને વરજીનિયા’ ‘ઈલિજાબેથ અથવા સૈબિરિયાનું દેશપાર થયેલું કુટુંબ’ અને ‘ઓત્રાંતોનો ગઢ’ એ નવલકથાઓ ભાષાન્તર રૂપે બહાર પડી હતી.

નિઝામ સરકારની નોકરીમાંના કર્નલ મેડોઝ ટેલરે સને ૧૬૫૭, ૧૭૫૭, ૧૮૫૭ એમ સૈકાવાર બનેલા બનાવનું રસિક વર્ણન આપતી નવલકથાઓ ઇંગ્રેજીમાં લખી હતી. તેમની ‘તારા’ માં શિવાજીને હાથે માર્યા ગયેલા અફઝુલખાનની અને વિજાપુરના રાજ્યની હકીકત બહુ સારી વર્ણવી છે. બીજી નવલકથા ‘સીતા’ માં પ્લાસીના સમયની વાત છે. અને નાયક મી. સીરીલ બ્રેન્ડનને હિંદવાણી સાથે લગ્ન કરાવ્યું છે. ‘રાલ્ફડાર્નેલ’ માં બે વાર્ત્તા જોડે જોડે ચાલે છે અને રસની જમાવટ ઠીક છે. ‘નોબલ ક્વિન’ ચાંદબીબીની હકીકત આપે છે. ‘ટીપુ સુલતાન’ એ પણ ઐતિહાસિક ‘વસ્તુ’ વાળી નવલકથા છે. આજ લખનારનું ‘કન્ફેશન્સ ઓફ એ ઠગ’ એ પણ હિંદુસ્થાનમાં તે કાળે ધમધોકાર ચાલતી ‘ઠગી’ નો ઈતિહાસ પૂરો પાડે છે. આ બધી નવલકથાઓનાં ભાષાન્તર ઘણું કરીને થયાં છે. કર્નલ મેડોઝ ટેલરની નવલકથાઓમાં ઐતિહાસીક ‘વસ્તુ’ આ દેશના હોવાથી, પાત્રો પણ આ દેશના હોવાથી, સ્થળચિત્રો અને વર્ણવેલી રીત રસમ લોકોનાં પરિચિત હોવાથી અને લખનારની લાગણી દેખીતી રીતે દેશીઓ તરફ હોવાથી આ પુસ્તકો પ્રજાને બહુ પસંદ પડ્યાં હતાં અને ઘણાં ખરાંનાં ભાષાન્તર થવાનું કારણ પણ એજ હતું. ‘પાંડુરંગ હરિ’ નામની રમુજી નવલકથાનું પણ ભાષાન્તર થયું હતું. લોર્ડ બુલ્વર લિટનની ‘લાઈલા’ અને ‘ઝેનોની’ નામની નવલકથાનાં ભાષાન્તર થયાં છે. સ્વ. મણિલાલે ‘ઝેનોની’ ને બદલે ‘ગુલાબસિંહ’ નામ આપ્યું છે. એમણે