પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
ગદ્ય ગ્રન્થો.

બેશક આ પુસ્તકોમાં નવી કલ્પના દેખાતી નથી અને જે છે તે બહુધા ફારસી અને ઇંગ્રેજીમાંથી ભાષાન્તર રૂપે લીધેલું છે. કેટલાંક પુસ્તકો તો ખરેખાત આનંદ ઉપજાવે એવાં છે.

આ જાતનાં પુસ્તકોનો ઘણો વધારો પારસી લેખકોએ કર્યો છે. ગુલીવરની મુસાફરીનાં ત્રણ ચાર ભાષાન્તર થયાં છે. કોઈમાં એક તો કોઇમાં ચારે મુસાફરીઓના તરજુમા છે. પ્રસિદ્ધ ‘ડોન ક્વિઝો’ નું ‘મહેરમસ્તની મુસાફરી’ એ નામથી ભાષાન્તર થયું છે. ડિકન્સના પ્રસિદ્ધ ને લોકપ્રિય ‘પિક્વિક પેપર્સ’ ની છાયા કોઈ પારસી ગૃહસ્થ તરફથી બહાર પડી છે. તેમજ સ્વ. રતીલાલ બ્રીજલાલ મજમુદાર, બેરીસ્ટર એટ–લો એમણે બેરન મંચોઝનનું ભાષાન્તર ‘સાહસ સંગ્રહ’ નામથી કર્યું છે. ગપ્પો તરીકે તો એમાંની વાર્ત્તાઓ એવી રમુજી અને ગમ્મત કરાવનારી છે કે નવરાશની વખતે થઈ આવતા કંટાળાને હશી ગાળવાનો શોખ રાખનારને તે ઘણી ઉપયોગી થાય એમ છે. આ પુસ્તકની ભાષા શુદ્ધ અને સરળ છે. આ વિભાગમાંના પારસી ગૃહસ્થોએ લખેલાં પુસ્તકોની ભાષાને માટે બોલવાની જરૂર નથી.

‘રમુજે દિલ પસંદ,’ પાદશાહ અને લઉવાની વાતોથી ભરપૂર છે. ‘હાજર જવાબી પ્રધાનની વારતા,’ ‘રમુજે દિલઆરામ’ વગેરે ઘણાં પુસ્તકો આ કોટીમાં આવે છે.

કેટલાંક વર્ષ ઉપર સુરતવાળા સ્વ. મંછારામ ઘહેલાભાઇએ લોકોમાં ચાલતી ને જાણીતી વાતોને ચતુરાઈથી સાંકળી ને ‘મૂરખો’ નામની એક સળંગ વાત બનાવી હતી. આ પુસ્તક પ્રગટ થયું ત્યારે બહુ વંચાયું હતું.

કેટલાંક વર્ષો ઉપર જાણીતા પારસી લખનાર મી. મર્ઝબાન તરફથી ‘કૌતક સંગ્રહ’ નામે સુંદર સચિત્ર પુસ્તક બહાર પડ્યું હતું. આ પુસ્તકમાં ચિત્રો પણ હાસ્યજનક છે. મત માગવા ગયેલો ઉમેદવાર ઘરધણીને ખૂશ કરવાને તેની બદસુરતીના નમુના જેવી બુચી–છોકરી–ને વાહ શું રૂપાળી બુચી છે કહી ગીલી ગીલી કરે છે તે જોઈને સુમડા જેવાને પણ હસવું આવ્યા વગર રહે નહિ ! હોડીવાળાએ ‘જોજોરે ભાઈ પુલનો