પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
સાઠીનૂં વાઙ્ગમય.



પ્રકરણ ૫.

ઇતિહાસ અને ભૂગોળ.

(૧) જન્મચરિત્ર અને વંશાવળી.

મહાન પુરૂષોનાં ચરિત્ર લખવાં જ જોઈએ. એવા પુરૂષો ઘડીએ ઘડીએ જોવામાં આવતા નથી. તેઓ પુરૂષત્વના નમુના છે અને કુદરત એવા નમુના પ્રસંગે પ્રસંગે જ માણસોને અનુસરણ કરવા સારૂ તેમની આગળ મુકે છે. તેઓનાં મહત્ કૃત્યો અને ઉચ્ચ મનોભાવ જાણ્યાથી માણસ પોતાનાં ઉચ્ચ કર્તવ્ય સમજે છે. આપણા દેશમાં જન્મચરિત્ર લખવાની રીત ન હોવાથી આપણને ઘણું નુકસાન થાય છે. લોકોને સારા નમુના માલમ પડતા નથી અને તેથી પોતાની ક્ષુદ્ર બુદ્ધિને અનુસરી શુદ્ર ગતિ જ કર્યાં જાય છે. જ્યારે મહત્ કર્મનાં દૃષ્ટાંત આપવાં હોય છે ત્યારે આપણને ઘણી વાર પેલે છેડેના ઠેઠ યુરોપખંડમાં તે ખોળવા જવું પડે છે. કેમકે આપણા દેશના જોઈએ તેવાં ઐતિહાસિક ઉદાહરણો મળતાં નથી. અને મુખ્ય કારણ તે એ છે કે આપણામાં વાસ્તવિક ચરિત્રો લખવાનો ધારો નથી; અને તેથી મહાપુરૂષો હોય છે ત્યાં સુધી તેના દાખલાનો લાભ મળે છે અને પછીથી તે જન્મ્યા જ ન હોય તે પ્રમાણે તે મળતો બંધ પડે છે. અથવા કોઈ વખતે મહત્કર્મો આપણી પતીત પ્રજાને પોતાની શક્તિ બહારજ એટલે દરજ્જે લાગે છે કે તેને અલૌકિક ગણે છે; અલૌકિક ગણતાં તેમાં અદ્‌ભુત કથાઓ ઉમેરે છે; અને એ પ્રમાણે તેને સંપૂર્ણ અદ્‌ભુત રૂપ આપી પૂજવા મંડે છે. પણ તેઓ નક્કલ કરવા જોગ પુરૂષો થઈ ગયા છે એ વાત તો તેમની કલ્પનાથી પણ દૂર રહે છે. આપણા દેશની કરૂણામય સ્થિતિનું આ પણ એક કારણ છે, અને તેથી મહા પુરૂષોનાં મહત્કૃત્યો મનુષ્યભાવે વર્ણાવવાની એટલે સ્વાભાવિક જીવનચરિત્રો લખાવાની હાલને સમયે બહુ જ જરૂર છે.

આ પ્રમાણે કોઈ પણ પ્રજાની ઉન્નતિ થવામાં આ વિષયનું સાહિત્ય એક જરૂરનું અંગ છે; તેથી ભાષામાં આવું સાહિત્ય ખેડાવું જ જોઈએ. ઈતિહાસપર અભિરૂચી અને વિવેચક બુદ્ધિ હોય તો જ - ખરી ચોગ્યતાવાળું,