પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
ઇતિહાસ અને ભૂગોળ.

મહીપતરામજીને હાથે જ લખાવું જોઈએ. પોતાની જાતમાં એ વિષયની મસ્તી હોય નહિ તો તેનાથી એ વિષય સારો લખાતો નથી. ભાષા શુદ્ધ, સરળ અને રસભરી છે. એક સુધારાના આવેશની નિર્મળ અને વિવેકયુક્ત ધારા આખા પુસ્તકમાં અખંડ ચાલી જાય છે; અને પ્રસંગોપાત ‘સાસુ વહુની લડાઇ’ના લખનારનો હાસ્યરસ મર્યાદામાં રહીને ઠીક રમુજ આપે છે. જૂસ્સાની તાણમાં તણાઈ જઈ કોઈ જગાએ સત્ય કે નિષ્પક્ષપાતપણાનો ભંગ થવા દીધો નથી; પોતાના વિચાર જૂદા હોય ત્યાં તે બતાવતાં આંચકો ખાધો નથી, પણ તે ખરી નમ્રતાની સાથે દર્શાવ્યા છે. આ ગ્રંથમાં વિવેક અને ક્ષમા બહુ વાપરી છે. સત્ય, ક્ષમા અને પરમાર્થ ઉપર દૃષ્ટિ રાખીને મહીપતરામે લખેલો આ ગ્રંથ સુબોધકારક અને દેશ કલ્યાણની ગતિ ઉત્પન્ન કરનાર નિવડ્યો છે.

એ જ વિદ્વાને જન્મચરિત્રનો બીજો ગ્રંથ ‘મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર’ એ નામે લખ્યો છે. ગુજરાતના આ આર્નોલ્ડ એક મહાન પુરૂષ હતા. એમનું નામ ગુજરાતના આ છેડાથી પેલા છેડા સુધી વિખ્યાત છે. હજુ પણ એકલો ‘મ્હેતાજી’ શબ્દ કહેતાં દુર્ગારામની જ પ્રતિતી થાય છે. એમણે પોતાની કીર્ત્તિ અધિકાર, પૈસો કે કુળને બળે નહિ પણ પોતાની બુદ્ધિ, ખંત ને હિંમતને બળે જ મેળવી હતી. એઓ હતા તો ઘણા કાળ સુધી સુરતમાં માત્ર ગુજરાતી નિશાળના મહેતાજી પણ તેમને ઘણું જ માન મળતું. એમણે ગુજરાતમાં પહેલવહેલો સુધારાનો પોકાર ઉઠાવ્યો હતો. એમના બોધથી બધો દેશ ખળભળી ઉઠ્યો હતો. એમના નામથી જ વહેમ અને જુલમ થથરી જતા હતા. એક તરફ એઓ પોતે અને બીજી તરફ નાનાં મોટાં સઘળાં છતાં મહેતાજી નિડરપણે સુધારાની વાતો કરતા અને લોકોને અરૂચીકર હોવા છતાં એકાગ્ર ચિત્તથી સાંભળતા અને એમના ખરાપણાને માન આપતા. મહેતાજીને સુધારાની લહેર રૂંએ રૂંએ વ્યાપી રહી હતી એનું પરિણામ એટલું થતું કે વખતે પાત્રનો વિચાર કર્યા વિનાજ જે મળે તેને બોધ કરવા મંડી જતા. *[૧] કત્તલની રાત્રે હજારો મુસલમાનોને છાતી


  1. * કાઠીઆવાડમાં મુસાફરી કરતાં પોતાને રાત્રે મળેલા મિયાણા લૂંટારાઓને મહેતાજીએ ચોરી કરવાના પાપને માટે બોધ કર્યો હતો ! પણ અસંસ્કારી