પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
સાઠીનૂં વાઙ્ગમય.

ફૂટતા જોઈ દયા આણી બોધ કરવા જવાનુંજ મહેતાજીને મન થયું હતું, અને હોડીમાં બેઠાં બેઠાં એક ઘરડી ડોશીને જાતિભેદ તોડવાનો બોધ કરીને ખુબ ભડકાવી હતી. જાદુગરોની જોડેની એમની ઝુંબેસની વાત અમે અહિં લંબાણ થવાના ભયને લીધે કહી શકતા નથી. આ રમુજી હેવાલ જાણવાને એમનું જન્મ ચરિત્ર વાંચવાની સૂચના કરીએ છીએ. આવા મહાન નરનું ઘણુંજ મનોરંજક અને સુબોધકારી જીવનચરિત્ર લખીને સ્વ. મહીપતરામે ગુજરાતી પ્રજા ઉપર ઉપકાર જ કર્યો છે. સ્વ. નવલરામના જ બોલમાં અમે કહી શું કે 'સુધારા અથવા દેશ કલ્યાણને સારૂ જેઓ કાંઈ પણ કાળજી રાખતા હોય, જેને ધર્મની બાબતમાં સત્ય મેળવવાની ઈચ્છા હોય, જેને અધ્યાત્મ વિષયોમાં કાંઈ પણ રસ લાગતો હોય તે સઘળાને અમે આ પુસ્તક પોતાની પાસે હમેશાં રાખવાની ભલામણ કરીએ છઈએ. એ પુસ્તક ઉંડા સદ્વિચારોનો ભંડાર છે.'

દેશને અજ્ઞાનના અંધારામાંથી કાઢવાનો સબળ અને મહા પ્રયત્ન કરનાર મહાત્મા સદુપદેશક અને સત્ય સ્વરૂપ સ્વ. ભોળાનાથ સારાભાઈના મનોરંજક અને સર્વથા અનુસરણ કરવા યોગ્ય જીવનને દરેક અંગમાં વિવેક અને સત્યથી રસભરી રીતે વર્ણવીને ભાઈ શ્રી કૃષ્ણરાવ દીવેટીઆએ પોતાની માતૃભાષાની આ વિષયની સંપત્તિમાં આદરણીય ઉમેરો કર્યો છે.

સુજ્ઞ ગોકળજી ઝાલાનું સ્વ. મનઃસુખરામનું લખેલું જન્મ ચરિત્ર પણ મનન કરવા યોગ્ય ગ્રંથ છે. સ્વ. ભગવાનલાલે સ્વ. રા. બા. રણછોડલાલ છોટાલાલ સી. આઈ. ઈ નું જન્મ ચરિત્ર પણ લખ્યું છે.

રા. માનકરની ઈંગ્રેજી પુસ્તકને આધારે લખાયલું રા. સૂર્યરામના 'ન્યાયમૂર્તિ રાનડેનું જીવનચરિત્ર' નામના પુસ્તકની નોંધ લેતાં અમને આનંદ થાય છે. એ પુસ્તકનો વિષય મહર્ષિ માધવ ગોવિંદ રાનડે, ભાષા સરળ અને શુદ્ધ અને નિરૂપણ રસિક છે.


    લૂંટારા ઉપર કાંઈ અસર થઈ નહિ અને 'છડ્‌ડ ધી......' કરી તેમનાં સઘળાં લૂંગડાં ધરાધરી ઉતારી તેમને ઝાડની જોડે બાંધી જતા રહ્યા ! આખી રાત એવી હાલતમાં ગાળી. સવારે મુસાફરોએ લુગડાં આપી, ઝાડેથી છોડી સન્માન કરીને રાજકોટ આણ્યા હતા !