પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
ધર્મ અને તત્વજ્ઞાન.

પૌરાણિક કથા આપવામાં આવે છે. હાલ ગુજરાતી પ્રજામાં આ પંચાંગનો બહોળો પ્રચાર થાય છે. પૈસે પૈસે અને બબ્બે પૈસે વેચાતાં દક્ષિણીઓનાં કાઢેલાં પંચાગ પણ વપરાય છે.

હાલના સમયને અનુકુળ નોંધપોથીઓ–અગર 'સ્મરણ પોથીઓ ડાયરીઓ-રોજનીશીયો પણ નીકળી છે. મુંબાઈના પુસ્તક વેચનાર ત્રિપાઠી અને કંપનીની આવી રોજનીશી ઘણી વપરાય છે. એમાં સંવત, સન, મહિના, તારીખ, તિથિ, સૂર્યોદય અને સૂર્યાસ્તકાળ વગેરે આપીને તેને વધારે ઉપયોગી બનાવી છે. જાહેર ખબરોનો ઉપયોગ અને કિંમત આપણા વેપારીઓ હવે સમજતા થયા છે અને પ્રતિવર્ષ ઘણા વેપારીઓ અને મંડળો તરફથી રોજનીશીયો, પંચાંગ વગેરે જથાબંધ નીકળવા માંડયાં છે, જેમને માટે લખવાનું બની શકે નહિ એમ છે. રાસ્તગોફતાર પ્રથમ નીકળ્યું તે કાળે પોતાના ધંધાને માટે વર્તમાન પત્રમાં જાહેર ખબર આપવી એટલે શું એ જ લોકોને ખબર ન હતું એ વિશે અમે બીજે સ્થળે કહ્યું છે.


પ્રકરણ ૬.

ધર્મ અને તત્વજ્ઞાન.

(૧) બ્રાહ્મ ધર્મ અને એકેશ્વર મત.

આ વિષયમાં અમદાવાદની પ્રાર્થના સમાજને અંગે પ્રસિદ્ધ થયેલી 'ઇશ્વર પ્રાર્થનામાળા' સંબંધે અમે કવિતાના વિભાગમાં કહી ગયા છીએ. તે સિવાય બંગાળમાંથી 'બ્રાહ્મધર્મના સિદ્ધાન્ત' અને પ્રાર્થનાનાં કેટલાંક પુસ્તકો ગુજરાતી સાહિત્યમાં ઉમેરાયાં છે. 'ધર્મ વિવેચન' નામે વિદત્તા ભર્યો નાનો ગ્રંથ સ્વ. ભોળાનાથે પ્રાર્થનાસમાજ તરફથી ઘણા વર્ષ પૂર્વે કાઢો હતો.

(૨) હિંદુપંથો તત્વજ્ઞાન વગેરે:—

આ જાતનાં પુસ્તકોમાં 'આચારપ્રદીપ', 'આહ્ણિક પ્રકાશ' વગેરે