પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
સાઠીનૂં વાઙ્ગમય.

 નર્મકોષમાં ન આવી ગએલા શબ્દોનો એક નાનો કોષ સન ૧૮૮૮ માં નીકળ્યો હતો. આ ગ્રંથ વાંચનમાળાના અર્થની ચોપડીઓ નીકળે છે તેનાથી સહજ જ ઉંચી પ્રતિનો છે.

અમદાવાદની સ્મોલકોઝ કોર્ટના વાનપ્રસ્થ જજ્જ, શ્રીમદ્વલ્લભાચાર્યનું જીવન ચરિત્ર અને પુષ્ટિમાર્ગનાં ઘણાં પુસ્તકો લખનાર જાણીતા વિદાન લલ્લુભાઇ પ્રાણવલ્લભ તરફથી સન ૧૮૯૧ માં ગુજરાતી ભાષામાં એક ઘણા ઉપયોગી પુસ્તકનો ઉમેરો થયો હતો. આ ગ્રંથ એમનો શબ્દાર્થ ભેદ છે. ઘણી ખંત અને પ્રયાસથી લખાયલો આ ગ્રંથ પ્રથમ પ્રયત્ન હોવા છતાં ઉપયોગી નીવડ્યો છે. એમના ગ્રંથને નીકળ્યે લગભગ વીશ વર્ષ થવા આવ્યાં છે છતાં ગુજરાતી ભાષામાં એ જાતનો બીજો ગ્રંથ જ થયો નથી એ શોચનીય છે. અમે ઈચ્છીએ છઈએ કે એ વિદ્વાન પોતાના વાનપ્રસ્થાશ્રમનાં થોડાં વર્ષ ગુજરાતી ભાષાને અર્પણ કરી પોતાની શક્તિનો લાભ પોતાના આ ગ્રંથની, ઘણા ઈપ્સિત સુધારા વધારા સાથેની બીજી આવૃત્તિ કાઢીને આપશે.* [૧]

'મમ્યા સગા અર્થાવળિ' નામનો બ્રહ્મદેશની ભાષાનો તેમજ જાપાની ભાષાનો એવા બે નાના નાના કોષ નવા થયા છે.

'ગુજરાતી શબ્દાર્થ સિંધુ' , કડીપ્રાન્તમાં વપરાતા ખાસ શબ્દો વાળો 'પ્રાંત્તિક શબ્દ સંગ્રહ' અને 'રૂઢી પ્રયોગ કોષ' વગેરે નવા લખાયા છે. આમાંનો 'રૂઢી પ્રયોગ કોષ' મહેનત અને સંભાળથી લખાયલો પ્રયત્ન છે.

કવિ નર્મદે પોતાના કથાકોષને અંતે આપેલા વધારાને અનુસરીને મી. રતનજી ફરામજી શેઠનાએ મુંબઈમાં 'સંજ્ઞાદર્શક કોષ' નામનો ઉપયોગી નાનો કોષ પ્રગટ કર્યો છે. મરાઠીમાં આવો સંજ્ઞાદર્શક કોષ છે તેમજ કવિ દયારામે 'વસ્તુવ્રંદ દિપિકા' નામે આવો ગ્રંથ વ્રજભાષામાં કવિતામાં કર્યો છે. એજ વિદ્વાન મી.શેઠનાએ 'જ્ઞાનચક્ર' નામના ગ્રંથ લખી ભાષામાં ઘણો અભિનંદન આપવા યોગ્ય વધારો કર્યો છે. એમની આ કૃતિને–પારસી


  1. * જાણીને ઘણો ખેદ થાય છે કે એ વિદ્વાને હમણાં જ ગોલોકવાસ કર્યો છે.