પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
પિંગળ–અલંકાર–વગેરે.

કવીશ્વર દલપતરામનું પિંગળ તેમની સાદી પ્રાસાદિક વાણીમાં લખાયું છે. ટુંકાણમાં છંદોનાં લક્ષણ–ઉદાહરણ અને છેવટે પ્રસ્તારાદિ ગણિત વિષય આપેલા છે. દરેક છંદના ઉદાહરણમાં યુક્તિથી તે છંદનું નામ આણ્યું છે. શાળોપયોગી ગ્રંથ હોઈ તે ઘણું વંચાયું છે. અને તેની ઘણી આવૃત્તિયો થઈ છે. આપણી ભાષામાં પિંગળનો સારામાંસારો ગ્રંથ એ જ છે. પાછલી એકાદ આવૃત્તિ રા. કેશવલાલ ધ્રુવે સુધારી હતી એવું અમને સ્મરણ છે.

ભાનુદત્તની સંસ્કૃત ‘રસમંજરી’ અને મતિરામના વૃજભાષામાં લખાયલા ‘રસરાજ’ નામના ગ્રંથોને આધારે રા. વાલજી લક્ષ્મીરામ દવેનો ‘રસમંજરી’ નામે ગ્રંથ સન ૧૮૭૭ માં બહાર પડ્યો હતો. અમદાવાદના રહીશ અને પાલીટાણામાં કવિપદે પોશાયલા નાગર કવિ હર્ષદરાય મુનશીએ વૃજકવિ કેશવદાસની ‘રસિક પ્રિયા’ ઉપર ગુજરાતીમાં સારી ટીકા લખી મૂળ સાથે છપાવી હતી. સન ૧૮૭૮ માં સુરતના કવિ દલપતરામ દુર્લભરામે ‘ભાષાભૂષણ’ નામે પુસ્તક લખ્યું હતું. અપ્પયદિક્ષિતના 'કુલવયાનંદ કૃષ્ણ કારિકા’ નામે ગ્રંથનું ભાષાન્તર થયું છે.

ગુજરાતી ભાષામાં પ્રચલિત દેશીઓ, ગરબીઓ, પદ, ઢાળ વગેરેને લગતું પિંગળ લખવાની સ્વ. નવલરામની પ્રબળ ઈચ્છા હતી. સન ૧૮૭૫-૭૬ માં એમણે બાળલગ્ન બત્રીસી લખી ત્યારથી તો વિશેષે એ પુસ્તકને માટે સામગ્રી એકઠી કરવા માંડી હતી. પોતે એકઠા કરેલા નમુના ઉપરથી ટાંચણ ધરાધરી કરી મુકયું હતું. ચોચોક્કા, છછક્કા એવી સંજ્ઞાઓ પણ મુકરર કરીને એનું સ્મરણ રહેવાને ઉદ્દેશે ‘નવલ ગરબાવળી’ ની ગરબીઓને મથાળે દાખલ ધરાધરી કરી હતી. દુર્ભાગ્યે એમના શોકજનક મૃત્યુને લીધે આ ગ્રંથ લખાયો નહિ, અને ભાષામાં એક વિરલ સુંદર ગ્રંથનો ઉમેરો થતાં થતાં રહી ગયો.

રા. રણછોડભાઇ ઉદયરામે પિંગળનો ‘રણપિંગળ’ નામે ઘણા વિસ્તારવાળો ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં ઉમેર્યો છે. એમના દશ વર્ષના