પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
પિંગળ–અલંકાર–વગેરે.

કલહંસ, (૧૪) વસંતતિલકા, મંજરી, પ્રમદા, (૧૫) રમણીયક (૧૬) વાણિની અને (૧૭) પૃથ્વી. જે છંદમાં યતિને લીધે ચરણના બે કે વધારે ખંડ એટલે નોંખા કડકા પડી જાય તે સખંડ. આ ભાગમાં અગિયારથી એકવીસ રૂ૫ સુધીના છંદો વિખ્યાત છે. (૧૧) શાલિની (૧૨) જલોદ્ધતગતિ, વૈશ્વદેવી, (૧૩) મહર્ષણી, ક્ષમા, (૧૪) મધ્યક્ષામા, (૧૫) માલિની, (૧૭) મંદાક્રાંતા, શિખરિણી, હરિણી, (૧૯) શાર્દૂલવિક્રીડિત, (૨૦) સુવદના ને (૨૧) સ્ત્રગ્ધરા. અખંડ અને સખંડ રૂપના અનેક સંધિ પાડી શકાય છે. એમાં કોઈ પણ છંદ એકના એક સંધિના આવર્તનથી બનેલો નથી, એ કારણને લીધે રૂપબંધ વર્ગ કેવળ અનાવૃત્ત સંધિનો છે. એ એની વિશિષ્ટતા છે. ત્રીજો વર્ગ જે માત્રાબંધ તે બીજા બે વર્ગની અપેક્ષા જેવો અર્વાચીન છે તેવો જ વિસ્તારશાળી છે. અક્ષરબંધ જેમ અક્ષરની તેમ માત્રાબંધ માત્રાની ગણત્રી ઉપર આધાર રાખે છે. માત્રાના એક્કલ, દુકલ, ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ, છકલ ને સપ્તકલ એમ સાત પિંડ છે. છેલ્લા પાંચ પિંડ પહેલા બે પિંડની જ નીપજ છે. આ બે પિંડને અને દા બીજની સંજ્ઞાથી નિબંધકાર ઓળખાવે છે. એ બે બીજની છેલ્લા પાંચ માત્રા પિંડમાં ભિન્ન ભિન્ન ગોઠવણથી અને તે ગોઠવણમાં જોરના પલટાથી અનેક માત્રાસંધિ થાય છે. એ માત્રાસંધિના આવર્તનથી બનેલા છંદ તે કેવળ માત્રા છંદ. માત્રાના આવર્ત્તનમાં દુકલ તરીકે બે લઘુ ને એક ગુરૂ રૂપના સર્વદેશી કે એકદેશી પ્રયોગથી થયેલા છંદ તે ચિત્ર માત્રા છંદ. દાખલા તરીકે સવૈયો એ દા દા સંધિના આવર્ત્તનથી થયેલો કેવળબંધ અને ઇંદ્રવિજય તે ચિત્રબંધ. ઉક્ત માત્રા પિંડના વિવિધ સંધિવડે થનારા કેવળ અને ચિત્ર છંદનૂં પત્રક નીચે આપીયે છિયે.


પિંડ સંધિ વિશેષ છંદ
ત્રિકલ. |
દાલ
કેવળ. મહીદીપ-હીર
ચિત્ર. સમાનિકા-સોનિકા-ચામર.
|
લદા
કેવળ. 0
ચિત્ર. પ્રમાણિકા-નારાચ