પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
વિજ્ઞાન–અર્થશાસ્ત્ર.

 સંસ્કારી કરી ‘લાવણ્યમયિ’ બનાવી છે. રા. રા. નરસૈંરાવ અને મી. ખબરદારે વૃત્તોના કડકા પાડીને–વિષમતા આણીને મનહર રચનાઓ રચી છે. તેમજ સ્વ. દલપતરામજીના પુત્ર રા. રા. નાનાલાલે વૃત્તોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કરીને કાંઈ ઓરજ નવિનતા ઉત્પન્ન કરી છે. એમણે ગદ્ય જેવું પદ્ય ઉપજાવ્યું છે એ વિશે અમે બીજે સ્થળે સ્હેજ કહી ગયા છિએ.

ઉપર જે ‘પદ્યરચના’ના સંબંધમાં અમે સાર માત્ર આપી ગયા તે ગ્રંથરૂપે થઈ પિંગળના નવિનકલ્પનાવાળા સમર્થ ગ્રંથ તરીકે પ્રજાને મળે એમ દરેક ભાષાભક્ત ઈચ્છા રાખશે જ.

ब વિજ્ઞાન.

(૧) અર્થશાસ્ત્ર:—ઈ. સ. ૧૮૭૪ માં એક પારસી ગૃહસ્થ તરફથી અર્થશાસ્ત્રના ભાષણ રૂપે નાનું ચોપાનીયું બહાર પડ્યું હતું. સન ૧૮૭૫માં દિ. બા. અંબાલાલે પોતાનું ‘અર્થશાસ્ત્રનાં મૂળતત્વ’ નામનું પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સારૂં લખ્યું હતું. મીલના ઇંગ્રેજી અર્થશાસ્ત્રના અનુસરણ રૂપ આ ગ્રંથની ભાષા સાદી અને સરલ છે. આ ગ્રંથથી ભાષામાં એ વિષયના એક ઉત્તમ ગ્રંથનો વધારો થયો છે. મીસીસ ફોસેટના અર્થશાસ્ત્રનું ‘અર્થશાસ્ત્રનાં મૂળતત્વો’ એ નામથી ઓ. ચમનલાલ સેતલવાડે ભાષાન્તર કર્યું છે. અંબાલાલનાં ‘અર્થશાસ્ત્રનાં મૂળતત્વ’ની પેઠે આ ગ્રંથ પણ સરકારી ટ્રેઈનિંગ કોલેજોમાં શિખવાતો. એજ ગૃહસ્થે ‘અર્થશાસ્ત્રની વાતો’ નામનું નાનું પુસ્તક બહાર પાડ્યું છે.

રા. ડાહ્યાભાઇ દેરાસરીના ‘સરલ અર્થશાસ્ત્ર’ નામના નાના પુસ્તકની ભાષાથી અને વિષયના નાનાં છોકરાંઓ સમજે એવા વિવરણથી મોહ પામી સ્વ. મી. ચેસ્ટર મેકનોટને પોતાની રાજકુમાર કોલેજના ક્રમમાં વાંચનના પુસ્તક તરીકે કેટલાંક વર્ષ ચલાવ્યું હતું. આ શિવાય આ વિષયનાં બીજાં પુસ્તકો ભાષામાં હોવાનું જાણ્યામાં નથી.

(૨) સમાજશાસ્ત્ર:—

છેક ઈ. સ. ૧૮૪૮ માં મુંબાઈના પ્રખ્યાત ડા. ભાઉદાજીએ સ્ત્રી બાળ હત્યા’ સંબંધી નાનું પુસ્તક લખ્યું હતું. ત્યાર પછી નાનાં પુસ્તકો