પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
સાઠીનૂં વાઙ્ગમય.

 રસાયનશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન, શારીરશાસ્ત્ર અને વૈદ્યક વગેરેના ગ્રંથો લખ્યા હતા. ‘નહાની કેમીસ્ટ્રી’ નામનું એક લઘુ પુસ્તક સુરતવાળા દા.ધીરજરામ દલપતરામે લખ્યું હતું. તેમ જ ઉક્ત વર્ગના એક શિક્ષક દા. કેખુશરો રૂસ્તમજી વિકાજીએ રસાયનશાસ્ત્ર, સિદ્ધ પદાર્થ વિજ્ઞાન વગેરે લખ્યાં હતાં. અમદાવાદ અને પુનામાં નવા ઇંગ્રેજીમાં શિક્ષણ આપતા વર્ગ કાઢીને સરકારે આ વર્ગ બંધ કરવાથી એતર્દ્દેશીય ભાષામાં વૈદ્યકનું શિક્ષણ અપાતું બંધ થયું હતું. કોઈ પણ સંસ્થામાં શિક્ષણને માટે મુકરર ન થયાં હોય તે આવાં પુસ્તકો માત્ર શોખની ખાતર વાંચનારા મળતા નથી. રાજકોટની કાઠીઆવાડ ટ્રેનિંગ કોલેજમાં શિખવવાના જ ઉદ્દેશથી અમે ‘સરળ રસાયન’ ઘણાં વર્ષ પૂર્વે લખ્યું હતું; આ પુસ્તક એ કોલેજમાં ઘણાં વર્ષ શિખવાયું છે. સ્વ. મહિપતરામે ‘વિદ્યાપ્રવેશ ગ્રંથાવલિ’ માંથી ‘રસાયન’ વગેરે પુસ્તકોનાં ભાષાન્તર કર્યાં છે. વિજ્ઞાનનાં પુસ્તકો લખતાં અને ભાષાન્તર કરતાં પારિભાષિક શબ્દોની ઘણી અડચણ પડે છે. જૂદા જૂદા લખનાર જૂદા જૂદા શબ્દોની યોજના કરે છે. રસાયનશાસ્ત્રના ગ્રંથોમાં પ્રથમ જ રસાયનિક ચિન્હોને વાંધો આવીને ઉભો રહે છે. ઇંગ્રેજી અને યુરોપની બધી ભાષાઓમાં રસાયનિક ચિન્હ એક જ ધોરણનાં વપરાય છે. જે ધોરણે રસાયનિક ચિન્હ કલ્પવામાં આવે છે તે ધોરણ પ્રમાણે ગુજરાતીમાં નવાં ચિન્હ કલ્પવાં કે ઇંગ્રેજી વગેરેમાં પ્રચલિત છે તે કબુલી લેવાં એવો મહત્વનો સવાલ ઉઠે છે. પદાર્થોમાં પણ તેમનાં નામ નવાં કલ્પવાં કે પ્રચલિત રાખી લેવાં એ વિચારવા જેવું છે. બીજી રીતે કહીએ તો હૈડ્રોજન અને ઓક્સિજનને એજ નામે ઓળખવાં કે કેટલાંક કરે છે તેમ ‘ઉદકજન્ય’ અને ‘પ્રાણવાયુ’ એવાં બદલવાં ?

રસાયનિક ચિન્હોને માટે પ્રો.ગજ્જરે વિદ્વતા ભરી યોજના કાઢી હતી. અમે ભૂલતા ન હોઈએ તો પોતાના કળાભવનના શિષ્યોને એ રીતી શિખવીએ હતી. દા. નારાયણ દાજી જેમણે વૈદ્યકના મરાઠી વર્ગને સારું રસાયનશાસ્ત્ર લખ્યું હતું તેમણે વળી જૂદી જ યોજના પસંદ કરી હતી. જે ધોરણે યુરોપની ભાષાઓમાં નામો યોજાય છે તે જ ધોરણે, પણ દેશી નામો ઉપરથી