પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
રસાયનશાસ્ત્ર.

 આ ચિન્હ કલ્પ્યાં હતાં. લોઢાનું લેટીન્ ભાષામાં નામ ફેરમ્ છે અને એ ઉપરથી એનું રસાયનિક ચિન્હ ‘એફઈ’ એવું કલ્પ્યું છે તેને બદલે એતદ્દેશીય નામ લોઢું લોખંડ–ઉપરથી એનું ચિન્હ એમણે ‘લો’ એવું રાખ્યું હતું. બેશક આ રીતથી વિદ્યાર્થિઓને શિખીને યાદ રાખવાની સુગમતા થતી. આવી સુગમતાને થી લોભાઈને અમે અમારા પુસ્તકમાં એ ધોરણ રાખ્યું હતું. યુરોપનાં રસાયનશાસ્ત્રનાં પુસ્તકોમાં પારાને સર્વત્ર–સઘળા દેશોમાં ‘( Hg ) એચ.જી’ લખાય છે. દા. નારાયણની યોજનાને અનુસરીને સરલ રસાયનમાં અમે પારાનું ચિન્હ પા રાખ્યું હતું. વિદ્યાપ્રવેશ ગ્રંથાવલિમાં સ્વ. મહીપતરામે વળી વિલક્ષણ ધોરણ રાખ્યું છે. એમણે પારાનું ચિન્હ “એચ્ જી’ નહિ, પા નહિ, પણ ‘હગ’ એવું રાખ્યું હતું ! હિંગળોક એ પારાનો ઓક્સાઈડ છે અને સઘળા દેશના રસાયનિક શાસ્ત્રીઓ એનું રસાયનિક ચિન્હ ‘Hgo, એચ જી ઓ’ રાખે છે. દા. નારાયણની પદ્ધતિ પ્રમાણે એ ચિન્હ ‘પાઓ’ લખાય. સ્વ. મહીપતરામની પદ્ધતિ પ્રમાણે લખતાં ‘હગઓ' લખાય. ‘એચ જી ઓ’ લખવાથી આખી દૂનિયાના રસાયનશાસ્ત્રીઓમાં એ પદાર્થની પ્રતિતી થાય. પણ બીજી રીત લખવાથી માત્ર એ પદ્ધતિ શિખેલામાં જ સમજાય. તેમાંએ ‘હગઓ’માં તો દરેક અક્ષરના ઉચ્ચારના ભાષાન્તર છે. ટ્રાંસ્લેટરની ઓફીસમાંથી નીકળતાં અક્ષરે અક્ષરનું ભાષાન્તર થયા વગર ન રહે એ સિવાય બીજું કાંઈ ધારણુ જણાતું નથી. અમારા ‘સરલ રસાયન’ ની ચિન્હની પદ્ધતિ ઉપર સ્વ. ડા. ટેલરે ટીકા કરી હતી. આ ટીકા અમને વજૂદવાળી જણાયાથી અમે એ રીત બદલીને મૂળ ઇંગ્રેજી ચિન્હો જ રાખ્યાં હતાં. અમારો આધીન અભિપ્રાય એવો છે કે પ્રાણવાયુ એ નવો શબ્દકલ્પીને એકદેશી કરી નાંખવા કરતાં, ઓક્સિજન શબ્દને જ ગુજરાતી કરી નાંખ્યો હોય તો શી હરકત છે ? પગાર, તબેલો એવા એવા શબ્દ દેશી બની ગયા છે, તો ઓક્સિજનનો શો બાધ છે ?

વિજ્ઞાનના બીજા વિભાગોની પેઠે આ વિભાગોમાં પણ જૂજ ગ્રંથો છે અને ખાસ જરૂર પડ્યા વગર નવા લખાય એમ લાગતું નથી.

૯. પ્રાણિવિદ્યા.

કોઈ પારસી ગૃહસ્થે પ્રાણિવર્ણનનો મ્હોટો ગ્રંથ લખ્યો છે. ગુજરાત