પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
સાઠીનૂં વાઙ્ગમય.

વર્નાક્યુલર સોસાઈટીએ રા. બળવંતરામ પાસે પ્રાણિવર્ણનના ત્રણ ભાગ ઘણા વર્ષ ઉપર લખાવ્યા હતા. રા. ભાનુસુખરામે ‘પ્રાણિવર્ણન’નો એક ગ્રંથ થોડાં વર્ષ ઉપર ગુજરાતી સાહિત્ય ભંડોળમાં ઉમેર્યો છે.

૧૦. ખેતીવાડી અને વનસ્પતિશાસ્ત્ર કિંવા વાનસ્પત્ય.

સન ૧૮પરની સાલમાં 'કપાસના ઝાડની વાત’ એ નામનું ચૌદ પાનાનું નાનું પુસ્તક સ્વ. મગનલાલ વખતચંદ તરફથી પ્રગટ થયું હતું. ખેતીવાડી અને વનસ્પતિ વિષે છપાયલું આ નાનું પુસ્તક એ વર્ગમાં પહેલું જ હતું, એમ અમારૂં ધારવું છે. ત્યારપછી છેક ૧૮૭૦ની સાલમાં રા. રેવાશંકર અંબારામ અને પ્રાણગોવિંદ મહેતાજીઓ તરફથી ખેતીવાડીનું પુસ્તક પ્રગટ થયું હતું. શરૂવાતમાં થયેલાં આ પુસ્તકો સ્તુત્ય પ્રયત્ન રૂપે જ હતાં. અગાઉ જતાં ભાવનગરમાં મી. જાનીની તરફથી ખેતીવાડી સંબંધી પુસ્તક અને ચોપાનીયું નીકળ્યું હતું, મદ્રાસમાં ખેતીવાડીની કોલેજ અને પુનામાં ખેતીવાડીનો વર્ગ ઉઘડવાથી ત્યાંની કેળવણીની અસરથી અને ‘ખેતીવાડી’ નો વિષય સરકારે ઐચ્છિક તરીકે હાઈસ્કૂલમાં દાખલ કરવાથી એ વિષયનાં કેટલાંક પુસ્તકો ભાષામાં જન્મ પામ્યાં છે. મદ્રાસની કોલેજના ગ્રેજ્યુએટ અને મીણબત્તીના કારખાનાને સારૂ પ્રસિદ્ધ થયેલા રા. મોતીલાલ કશળચંદ શાહે ખેતીવાડીનાં બેએક સારાં પુસ્તક લખ્યાં છે. આ બધાં પુસ્તકો ઇંગ્રેજી પુસ્તકોનાં અનુસરણ રૂપે જ છે. રા. મોતીલાલે પોતાના પુસ્તકમાં આ દેશને લગતી કેટલીક બાબતો આપી છે. મુંબાઈની ‘ એગ્રીકલચરલ સોસાઈટી’ ની તરફથી ‘ખાતર અને ઝાડ પાલાની વનસ્પતિ વિશે’ એ નામે પુસ્તક પ્રગટ થયું છે. આ પુસ્તકમાં ખાતરની જાતો અને પાકમાં આવતા રોગોનું વર્ણન છે. પાકમાં આવતા ગેરૂ વગેરે કેટલાક રોગનાં વર્ણન વગેરેનાં છૂટા ચોપાનીઆં સરકાર તરફથી પણ નીકળ્યાં છે.

ગોંડળના રાજ્યના બગીચાના અધિકારી એક દક્ષણી ગૃહસ્થે ‘બગીચાનું પુસ્તક’ અને ‘ખેતીવાડી’ એ નામનાં સુંદર મોટાં પુસ્તકો બહાર પડ્યાં છે. બગીચાના પુસ્તકમાં એતદ્દેશીય ફળ, ફુલ, અને બગીચામાં ઝાડ વગેરેની સારી માહિતી આપી છે.