પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
ખેતીવાડી અને વનસ્પતિશાસ્ત્ર કિંવા વાનસ્પત્ય.

 ‘વનસ્પતિશાસ્ત્ર’ નામનું નાનું પુસ્તક મુંબાઈના કેળવણીખાતાએ આ લખનાર પાસે ઘણા વર્ષ પહેલાં લખાવ્યું છે. આ પુસ્તકમાં એતદ્દેશીય વન્સ્પતિના જ સચિત્ર દાખલા આપ્યા છે. આથી પુસ્તકના ઉપયોગમાં ખાસ વધારો અને સુગમતા થઈ છે. આ પુસ્તક ટ્રેનિંગ કોલેજોમાં કેટલાંક વર્ષ શિખવાયું છે.

આપણા દેશમાં યુરોપના જેવો વિજ્ઞાનનો ફેલાવો નથી તો શોધકોની તો આશા જ ક્યાંથી ? આમ હોવાથી જે જે પુસ્તકો વગેરે લખાય છે તે યૂરોપિયન પંડિતોનાં પુસ્તકોને ઓછાં વત્તાં અવલંબીને જ લખાયલાં હોય છે. આથી તેમને ખરૂં જોતાં મૂળ પુસ્તક કહી શકાતાં નથી. આ વિભાગની મહત્તાના પ્રમાણમાં એવી ઢબનાં પણ પુસ્તકો ઝાઝાં લખાયાં નથી એ શોચનીય છે.

૧૧ ખગોળવિદ્યા–જ્યોતિષ.

છેક ઈ. સ. ૧૮૫૦ માં મી. ગ્રીન અને દુરગારામ મહેતાજીએ ખગોળના પુસ્તકનું પ્રથમ ભાષાન્તર કર્યું હતું. અમદાવાદના હિતેચ્છુ પત્રના માલીક સ્વ. પીતાંબરદાસ ત્રીભોવનદાસ મહેતાજીએ સને ૧૮૬૮ માં ખગોળનું એક પુસ્તક લખ્યું હતું. ત્યારબાદ કેળવણી ખાતા તરફથી સ્વ. મહીપતરામે ૧૮૭૩ અને ૭૮ માં એમ બે નાનાં પુસ્તકોનાં ભાષાન્તર કર્યાં હતાં. એ સિવાય આ ગહન અને મનોરંજક વિષય ઉપર ભાષામાં બીજાં પુસ્તકો લખાયાં હોય એમ અમારી જાણમાં નથી.

લોકોમાં સાધારણ રીતે પ્રચલિત જોડકણાં, જે સાધારણ રીતે ‘ભડલીની વાણી’ કહેવાય છે તેનો સંગ્રહ બહાર પડ્યો હતો. એવું અમને સ્મરણ છે. પરન્તુ એ પુસ્તક હાથ આવતું નથી અને એના વિશે બીજી માહિતી પણ મળતી નથી.

‘અશાડા સુદ પંચમી, જો ઝબૂકે વીજ
દાણા વેચી ધન કરો, રાખો બળદને બીજ’

આવી આવી ઘણી સૂચનાઓ લોકોમાં પ્રચલિત છે. કાઠીઆવાડના