પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
સાઠીનૂં વાઙ્ગમય.

 મૂળના જેટલો ઉઘાડો શૃંગાર નથી અને પદ્યબંધ કૌશલ્યથી કર્યું છે. વૈદ્યકના ગ્રંથ તરીકે અગર કાવ્યગ્રંથ તરીકે એમ ગમે તે ઉદ્દેશે પણ આ ગ્રંથ વાંચવા લાયક છે. દેશી વૈદાની અવનતિ થવાથી એવાં પુસ્તકો પર અભિરૂચી ઓછી છે.

મુંબાઈના સુવિખ્યાત વૈદ્ય પ્રભુરામજી અને સર. ડા. ભાલચંદ્ર વગેરેના સ્તુત્ય પ્રયાસથી દેશી વૈદ્યકનો પુનરૂદ્ધાર કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ છે. જૂના દેશી વૈદ્યકના ગ્રંથોનો અભ્યાસ એથી વધશે અને જૂના ગ્રંથોનાં ભાષાન્તરો પણ વધશે એવી આશા ફળીભૂત થવાનો સંભવ છે.

સન ૧૮૬૯ માં સુરતના પણ ભાવનગરનિવાસી ડા. બરજોરજી‘વૈદ્યક જ્ઞાન’ નામનો સુંદર અને મોટો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો હતો. પોતાના ગ્રંથમાં એમણે શારીરવિદ્યા, ઇંદ્રિયવિજ્ઞાન, રોગનાં લક્ષણ અને ચિકિત્સા સાદી ભાષામાં ઠીક સમજાવ્યાં છે. ઇંગ્રેજી દવાની સાથે સાથે યુનાની વૈદ્યક પ્રમાણે નૂસકા પણ આપીને પોતાના કિંમતી ગ્રંથને ઓર કિંમતી બનાવ્યો છે.

જૂનાગઢ વાળા પ્રખ્યાત સ્વ. ડા. ત્રિભોવનદાસ શાહે શારીરવિદ્યા, વૈદ્યક, શસ્ત્રવિદ્યા, પ્રસુતીકળા, સાર્વજનિક આરોગ્ય, રોગનાં લક્ષણ, ચિકિત્સા વગેરે બાબતોનો એક મોટો ગ્રંથ ગુજરાતી સાહિત્યભંડોળમાં ઉમેર્યો છે. દેશી વૈદ્યકશાસ્ત્ર પ્રમાણે ચિકિત્સા અને દેશી દવા વગેરે બનાવવાની સમજૂત પણ આપી છે. દેશી તેમ જ ઇંગ્રેજી દવાના ગુણદોષ, માત્રા વગેરે આપીને ગ્રંથને ઘણો ઉપયોગી કર્યો છે. ડા. બરજોરજીના ગ્રંથમાં યુનાની વૈદ્યકની તો ડા. ત્રિભુવનદાસનામાં સંસ્કૃત વૈદ્યકશાસ્ત્રની ખાસ ખુબી છે. એ બન્નેના પુસ્તકોની સ્પર્ધા કરે એવું એકે પુસ્તક ભાષામાં થયું નથી.

સરકાર તરફથી ઘણી મોટી રકમ આપીને લખાયલા દા. કનિંગહામના આરોગ્ય સંબધી નાના પુસ્તકનું ભાષાન્તર થયું છે. તેમજ ડા. ત્રિભુવનદાસ, અને બીજા ઘણાઓએ આરોગ્ય સંબંધી પુસ્તકો લખ્યાં છે.

સ્ત્રી ઉપયોગી સુચના નામે ખાસ સ્ત્રીઓના રોગ વગેરેને લગતી સારી ચોપડીઓ ડા. ધીરજરામે ઘણા કાળ પૂર્વે લખી હતી. ત્યારબાદ