પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯
હુન્નર–કળાઓ.

 છે તે આ બધાં પુસ્તકનો મૂળ પાયો છે. આવાં પુસ્તકો અમને તો માત્ર નવરાશની વખતે અજાયબી દાખલ પાંચ મિનિટ વાંચવા જેવાં જણાય છે. એ દરીઆમાંથી અગર ભંડારમાંથી અમુક ધંધો લેવાય એ સંભાવ્ય જ દેખાતું નથી.

અમુક ધંધા અગર હુન્નરનું વર્ણન ન આપ્યા છતાં પણ આ વર્ગનું છે એક જ સુંદર પુસ્તક આ સાઠીમાં થયું છે. આ પુસ્તક રા. રા. હરગોવંદદાસ કાંટાવાળાનું ‘દેશી કારીગરીને ઉત્તેજન ભાગ, ૧ લો’ છે. દેશી કારીગરીની અધમ અવસ્થા, દેશી કારીગરોની દુર્દશા અને પરદેશી કારીગરીથી દેશમાંથી દ્રવ્ય પરદેશ તણાઈ જાય છે એ વાતની કેાઈથી ના કહેવાતી નથી. સ્વ. નવલરામ આ પુસ્તકને આવકાર આપતાં કહે છે તેમ આ દુઃખના બે જ ઉપાય છે. એક તો યૂરોપના હુન્નરો શિખવા અને આપણા દેશમાં દાખલ કરવા, અને બીજો બને ત્યાં સુધી પરદેશી માલ ન લેવો. એઓ પોતે જ પોતે કરેલી સૂચનાના સંબંધમાં કહે છે કે આ બીજો ઉપાય એકદમ અમલમાં આવે એવો નથી. વિદ્યાકળામાં આપણે એટલા બધા પછાત છૈએ કે પહેલો ઉપાય અમલમાં લાવી શકીએ નહિ. તેમજ છેક સોય દોરાથી માંડીને યુદ્ધના શસ્ત્ર સુધી દરેક વસ્તુને માટે આપણો આધાર પારકા ઉપર છે. માટે પરદેશી માલ ન જ લેવો એ બની શકે એવું નથી. પણ જો રફતે રફતે અને થોડી થોડી બાબતમાં આપણે દૃઢતાથી આગ્રહ લઈએ તો આપણે ધીમે ધીમે કારીગરીની બાબતમાં સ્વતંત્ર થઈ શકીએ. આ બાબતમાં પ્રથમ જરૂર લોકોનાં મન આ તરફ વાળવાની છે; અને આ જરૂર મનમાં ઠસાવવી જોઈએ છે. છેક ઈ. સ. ૧૮૭૫–૭૭ સુધી આવી મહત્ત્વની બાબત ઉપર કોઈનું લક્ષ ગયું હોય એમ જણાતું નથી. આ સાલમાં ઉપર કહેલા સ્તુત્ય ઉદ્દેશથી રા. સા. હરગોવંદ દાસે પોતાનું પુસ્તક લખ્યું હતું. એ ઉદ્દેશે એ વિદ્વાને પોતાની અલેક કેવી રીતે જગાવી હતી તે તે સમયના માણસોના મનમાં તાજી જ હશે. એ ચોપડીમાં પ્રથમ રસભરી રીતે હિંદુસ્થાનની પ્રાચીન સ્મૃદ્ધિનું વર્ણન કર્યું છે. અને પછી હાલની નિર્ધનતા ઉપર ઉતરી પડે છે; કદાપિ કોઈને