પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
જૈન સાહિત્ય.

 જુદી જુદી જૈન સંસ્થાઓએ તથા જૈન લેખકોએ જૈન સાહિત્ય ક્ષેત્રની કેવી સેવા બજાવી છે તેનું દિગ્દર્શન માત્ર કરાવવાની અમે કોશિષ કરીશું. તેમજ જૈન સાહિત્યની ઉદ્‌ભવ અને ઉદયને સારું જેમણે જેમણે ભાગ લીધો છે તેમને માટે પણ ઘણાજ ટુંકાણમાં કહીશું. જે જે પુસ્તકો કે ચોપાનીઆંઓ જોવા કે જાણવામાં આવ્યાં છે તે ઉપરથી આ પ્રકરણ ઉપજાવી કાઢ્યું છે અને એને માટે અમે અમારા મિત્રો અને તેમાંએ રા. પોપટલાલ કેવળચંદ શાહના આભારી છઈએ.

આ સાઠીમાં ગુજરાતી ભાષામાં જૈન ગ્રંથો રચી બહારં પાડનાર તરીકે નીચેના ગૃહસ્થો અને સંસ્થાઓ જોવામાં આવે છે.

શતાવધાની કવિ રા. રાજચંદ્ર રવજી.

વવાણીઆ–મોરબી–કાઠિઆવાડ.

જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર.

જૈન આત્માનંદ સભા,,,

જૈન ધર્મવિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા.

જૈન પત્રની ઓફિસ–અથવા રા. ભગુભાઈ ફતેહચંદ કારભારી,
અમદાવાદ.

જૈન સમાચારની : ઓફિસ–અથવા રા. વાડીલાલ મોતીલાલ શાહ,
અમદાવાદ.

મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી.

મુનિરાજ કેશરગણિજી.

,, ચારિત્ર વિજ્યજી.

,,ખોડીદાસજી.

,,કર્પૂર વિજ્યજી.

શેઠ વેણીચંદ સુરચંદ, જૈન શ્રેયસ્કરમંડળ–મેસાણા.

શ્રીમદ યશોવિજ્યજી જૈન પાઠશાળા–બનારસ.

રા. પોપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ.

રા. બાલાભાઇ છગનલાલ શાહ–અમદાવાદ.