પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
જૈનસાહિત્ય.

 છપાએલ છે. હરિભદ્ર સૂરિએ જેવી રીતે ષડ્દર્શન સમુચ્ચય ગ્રન્થ કરેલ છે, તેજ મુજબ રાજશેખર સૂરિકૃત ષડ્દર્શન સમુચ્ચય સતરમા નંબરે છપાયેલ છે.

ચરિત્ર ગ્રન્થોમાં ધર્મકુમારે બનાવેલ શાલિભદ્ર ચરિત્ર (૧૫) તથા મુનિભદ્ર સૂરિએ બનાવેલ શાન્તિનાથ મહાકાવ્ય ગ્રન્થો છે તથા કથાના ગ્રન્થોમાં પર્વ કથાસંગ્રહ ( ૧૬ ) માં જ્ઞાનપંચમી માહાત્મ્ય ( કાર્તિક સુદ ૫ ) મૌન એકાદશી માહાત્મ્ય, પોષ વદ દશમની કથા, હોળીની કથા એમ કથાઓ છે.

ઈતિહાસના ગ્રન્થોમાં મુનિ સુંદર સૂરિએ બનાવેલ ગુર્વાવલી ગ્રન્થ તથા જગદ્‌ગુરુ કાવ્ય ગ્રન્થ છે. ગુર્વાવલી ગ્રન્થમાં (૪) જૈનોના છેલા તિર્થંકર મહાવીર સ્વામી પછીથી માંડીને સંવત ૧૪૬૬ ની સાલ સુધીમાં જે જે જૈનાચાર્યો પાટ પરંપરાએ એક પછી એક થયા તેમના વિષે ટુંક વર્ણન છે. તથા જગદ્‌ગુરુ કાવ્યમાં (૧૪) અકબર બાદશાહના વખતમાં થયેલ શ્રી હીરવિજય સૂરિનું વર્ણન છે. ગુર્વાવલી મુનિ સુંદર સૂરિએ બનાવેલ છે તથા જગદ્‌ગુરુ કાવ્ય પદ્મસાગરનું બનાવેલું છે.

નાટક:—શ્રાવક યશશ્ચન્દ્રનો બનાવેલ મુદ્રિત–કુમુદચન્દ્ર પ્રકરણ નામનો (૯) શ્વેતાંબર તથા દીગમ્બરના મત સંબંધી તફાવતનો નાટકના રૂપમાં લખેલ ગ્રન્થ છે. અને રામચન્દ્ર સુરિએ રચેલ નિર્ભય ભીમ વ્યાયોગ નામનો ગ્રન્થ (૧૯) નાટક રૂપે છે.

નીતિ:—ચારિત્રસુંદરગણિએ રચેલ શીલદૂત (૧૮) નામના ગ્રન્થમાં કાલીદાસના મેઘદૂતની ચોથી કડી ચોથી કડી તરીકે લઈ શીલનું વર્ણન ઘણી સારી રીતે આપેલ છે.

સ્તોત્ર:—જૈનસ્તોત્ર સંગ્રહ ( ૭-૮ ) ભાગ ૧ અને બીજો એ જૈનના તીર્થો વગેરેના ઉત્તમ સ્તોત્રોના ગ્રન્થો છે. આમાં જુદા જુદા આચાર્યોએ કરેલ સ્તોત્ર છે.