પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
સાઠીનૂં વાઙ્ગમય.

 (૬) જૈન ધર્મ પ્રસારક સભા તરફથી થયેલો પ્રયત્ન.

સં. ૧૯૩૦ માં ભાવનગરમાં મુનિશ્રી વૃદ્ધિચંદ્રજીના ઉપદેશથી એક જૈનશાળા સ્થાપન થયેલી. તે શાળામાં ધર્મજ્ઞાન મેળવનારા કેટલાક સહાધ્યાયીને એક સભા સ્થાપન કરવાનો વિચાર થયો. ભાવનગરમાં ચાલતી છગનલાલ લાયબ્રેરીનો તે સહાધ્યાયીઓએ સારો લાભ લીધેલો. તેથી તેમને સભા સ્થાપવાનો ને વાંચવા લખવાનો નાદ લાગેલો. સં. ૧૯૩૭ ના ચોમાસામાં રા. રા. મુળચંદ નથુભાઇ, કુંવરજી આણંદજી, ને અમરચંદ ઘેલાભાઇના પ્રયાસથી ભાવનગરમાં શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની સ્થાપના થઈ. જાણવા પ્રમાણે જૈન કોમમાં પ્રથમ સભા આજ હતી.

એ સભાએ સૌથી પ્રથમ “સુભાષિત સ્તવનાવાળી” એ નામનું જૈન પુસ્તક પ્રગટ કર્યું. આત્મારામજી મહારાજનાં બનાવેલાં સ્તવનોનો એ સંગ્રહ હતો. તેનો બીજો ભાગ સં. ૧૯૩૯ ના પોષ માસમાં પ્રસિદ્ધ કર્યો. તેની નકલો ઝપાટાબંધ ખપતી ગઈ ને પુસ્તક પ્રકાશન તરફ સભાસદોની પ્રીતિ પણ વધતી ગઈ. ગુજરાત પત્રના અધિપતિ કીકાભાઈ પરભુદાસ જેઓ જૈન હતા તેમને સુરતમાં આ સભાના સભાસદો મળ્યા ને તેમણે કેટલીક સૂચનાઓ કરી. સંવત ૧૯૩૯ ના ફાગણ વદી ૧૩ ના રોજ સભાએ પોતાને માટે એક મકાન ભાડે લીધું. મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધી જેઓ ભાવનગર તાબે મહુવા બંદરના રહેવાશી હતા તેમના પ્રયાસથી મુંબઈમાં આ સભાની એક શાખા સ્થાપન થઈ પણ તે ઝાઝો વખત ચાલી નહિ.

આ સભાએ સ. ૧૯૪૧ ના ચૈત્ર માસથી જૈનધર્મ પ્રકાશ નામનું માસિક કહાડવા માંડ્યું તે વિષે બીજે સ્થળે લખવામાં આવ્યું છે. અહિં તો હવે તે સભાએ આ સાઠીમાં પ્રગટ કરેલાં પુસ્તકોની નોંધ લેઈશું.

સામાન્ય રીતે કહીએ તો આ સભા તરફથી પ્રગટ થયેલાં પુસ્તકો એ જૂના ગ્રંથોનાં ભાષાંતર અથવા જૂના ગ્રંથોના મૂળ ભાગો છે. પરંતુ