પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
જૈન સાહિત્ય.

 કહ્યા વિના ચાલતું નથી કે સભાએ એ દિશામાં જે પ્રયાસ કર્યો છે તે એટલો બધો લાભકારક નીવડ્યો છે કે એવાં મૂળ અને ભાષાન્તરોના પ્રકાશની જૈન જનસમુદાયને હજી પણ ઘણી જરૂર છે. આ સભા તરફથી પ્રકટ થયેલાં પુસ્તકોની યાદી આ નીચે આપીએ છીએ તેથી વાંચનાર જોઈ શકશે કે તે સભાએ કેવું કામ કર્યું છે:—

૧. ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રનાં દશે પર્વ મૂળ અને ભાષાંતર સહિત પ્રકટ કર્યાં છે. સંસ્કૃતમાં આ ચરિત્ર “કલિકાલસર્વજ્ઞ” પંડિત હેમાચાર્યે રચે છે. જૈન ધર્મને દીપાવનારા આ ચોવીશિમાં જે ૬૩ મહાપુરૂષો થઈ ગયા છે તેમનાં વર્ણનો આ કથાગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવ્યાં છે. હેમાચાર્યે જે ખૂબીથી એ ગ્રંથના દશ ભાગ લખ્યા છે તે ખૂબી જાળવી રખાવી આ સભાએ ભાષાંતર પણ યોગ્ય કરાવ્યું છે. પ્રથમ પર્વમાં શ્રી આદિનાથ ( ઋષભનાથ તીર્થંકર ) નું ચરિત્ર આપતાં આપણા લોકવ્યવહારમાં ચાલતા જૂદા જૂદા રીતરિવાજો કેવી રીતે ઉત્પન્ન થયા છે તે બતાવી આપ્યું છે. ભરત રાજા અને બાહુબલ રાજાના યુદ્ધનું વર્ણન ને આદિનાથનો ધર્મોપદેશનો ભાગ વાંચવા જેઓ છે. મોટું પર્વ આ જ છે. ભરત રાજા શી રીતે ચક્રવર્તી થયા વગેરે વાત આ પર્વમાં આવી જાય છે. ભરત રાજા એ આદિનાથના મોટા પુત્ર હતા. આદિનાથની પુત્રી બ્રાહ્મી એ જૈનોની શારદાદેવી કે સરસ્વતીજી છે. તેમજ છેવટનું મહાવીર સ્વામીનું ચરિત્ર પણ ઘણું મોટું અને ખાસ વાંચવા લાયક છે.

૨. ઉપમિતિ ભવપ્રપંચ સંક્ષેપ એ નામના સંસ્કૃત ગ્રંથનું ભાષાંતર આ સભાએ પ્રકટ કર્યું છે. આ ગ્રંથ સૌથી પ્રથમ મુંબાઈવાળા શ્રાવક ભીમસી માણેકે પ્રકટ કરેલો હતો.

૩. છઠ્ઠા સૈકામાં થઈ ગએલા સમર્થ જૈનાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિરચિત મૂળગ્રંથોમાં ષડ્દર્શન સમુચ્ચય, શાસ્ત્રીવાર્તા સમુચ્ચય ને લેાકતત્ત્વ નિર્ણય ગૂજરાતી ભાષાંતર સહિત પ્રગટ કરેલાં છે.