પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
સાઠીનૂં વાઙ્ગમય.

 ૪. અધ્યાત્મ કલ્પદ્રુપ નામનું હમણાં તાજેતર બહાર પડેલું પુસ્તક વાંચવા જેવું છે. મૂળ, ભાષાંતર ને વિવેચન સહીત એ ગ્રંથ પ્રકટ થયો છે. શ્રીયુત મોતીચંદ ગીરધર કાપડીયા બી. એ. એલ. એલ. બી. સોલીસિટરે પોતાના સોલીસિટરના ધંધામાંથી ફુરસદ લઈ વાંચવા ને વિચારવા જોગ વિવેચન લખ્યું છે.

પ. વિક્રમના વખતમાં થઈ ગયેલા શ્રી સિદ્ધસેન દિવાકર રચિત ગ્રંથોમાંથી સમ્યતિતર્ક, ન્યાયાવતારને એકવીશ બત્રીસી (મૂળ) પ્રસિદ્ધ કરી એ વિદ્વાનની કૃતિનો સ્વાદ જનસમૂહને ચખાડ્યો છે.

૬. શ્રી યશોવિજયજીના દશ મૂળ ગ્રંથો આ સભાએ પ્રકટ કર્યા છે. તે વાંચવા જેવા છે. તે સઘળા ભાષાંતર સહિત પ્રકટ કરવાની જરૂર છે. અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્, અધ્યાત્મ મત દલન, નયપ્રદીપ, નયરહસ્ય, નયોપદેશ, તર્કભાષા, જ્ઞાનબિંદુ, દેવ ધર્મ ૫રીક્ષાદિ દ્વામિંશદ દ્વાત્રિંશકા ગ્રંથો સભાએ પ્રકટ કર્યા છે.

૭. આ શિવાય આ સભા તરફથી પ્રકટ થયેલા ઉપદેશ પ્રાસાદગ્રંથ, પ્રતિકમણ હેતુ, મહિપાળચરિત્ર, વર્દ્ધમાન દ્વાત્રિંશિકા, સમ્યકત્વ, વત્સરાજચરિત્ર, ચંદ્રશેખરરાસ, શત્રુંજય મહાત્મ્ય, લઘુ— હેમી પ્રક્રિયા વ્યાકરણ, અભિધાન ચિંતામણિ નામમાળા, દ્રવ્યસંપ્તિકા, રત્નરશેખર રત્નવતી, યશોધરચરિત્ર પ્રશમરતિ, કર્મ ગ્રન્થ, ઉપદેશમાળા વગેરે ગ્રંથો વાંચવા વિચારવા જેવા છે. ઉપર જણાવેલા ગ્રંથોમાં સમ્યકત્વનો લેખ એ કોઇનું ભાષાંતર નહિ પણ સ્વતંત્ર લેખ છે. બાકીનાં બધાં ભાષાંતરો છે.

આ સભાએ જૈન સાહિત્યની વૃદ્ધિ અર્થે સારો પ્રયત્ન કર્યો છે. હાલ ચાલતી બધી જૈન સભાઓમાં ભાવનગરની આ જૈન ધર્મ સભાએ પુસ્તક પ્રકાશનમાં સર્વેથી સરસ કામ બજાવ્યું છે, એમ કહેવામાં કશી હરકત નથી. શ્રીયુત્ કુંવરજી આણંદજી જેવા ઉત્સાહી ગૃહસ્થની આ સભા આભારી છે.