પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
જૈન સાહિત્ય.

 એ જાણી હર્ષ થાય છે. તેમણે જૈનસુત્રો (શાસ્ત્રો) યુરોપના પ્રોફેસરો પાસે શુદ્ધ કરાવી છપાવવાનું કામ શરૂ કર્યું છે. દશ વૈકાલિક અને ઉત્તરાધ્યયન એ બે સૂત્ર ગ્રન્થો તેમના તરફથી બહાર પડી ચૂક્યા છે. તેમનો આ પ્રયત્ન એટલા માટે ખાસ વખાણવા જેવું છે કે લહીઆઓ તરફથી થયેલી ભૂલોનું સંશોધન કરાવી સૂત્રો પ્રકટ કરાવવામાં પડતી અડચણો તેમણે દૂર કરી છે. કાનો માત્રા, હસ્વ દીર્ઘ એનોય સુધારો ન થઈ શકે ( કેમકે લહીઆઓ પરંપરાથી પરમેશ્વરે કહ્યું હતું તેમ જ લખતા આવે છે ! ) એવી માન્યતાવાળા વર્ગને તેમણે ખાત્રી કરી આપી છે કે એવા સુધારાની લહિઆઓનાં લખાણોમાં પુષ્કળ જરૂર છે. દાક્તર જીવરાજ ઘેલાભાઈ જૈન ધર્મના સારા અભ્યાસી છે. તેમના તરફથી એકાદ સ્વતંત્ર જૈન પુસ્તક જમાનાને બરનું લખાય તો સારૂં.

(૧૧) પરમ શ્રુત પ્રભાવક મંડળ મુંબાઈ તરફથી શ્વેતાંબર અને દીગંબર સંપ્રદાયનાં ઉત્તમ પુસ્તકોનાં ભાષાંતર મૂળ સહિત પ્રકટ થાય છે. તેના તરફથી પ્રકટ થયેલાં સઘળાં ભાષાંતરો વખાણને પાત્ર છે. પરંતુ તેઓનું લગભગ સઘળું કામ હિંદિમાં ચાલે છે તેથી ગૂજરાતી પુસ્તકો તરીકે તેમની નોંધ અહિં લઈ શકાતી નથી. એક લિપિ પ્રસારક મંડળને કે હિંદી ભાષાના શોખીનોને તો એ પુસ્તકો અતિ ઉપયોગી થઈ પડે તેમ છે. શ્રીમદ્ રાજચંદ્રના સ્વર્ગવાસ વખતે તેમના સ્મારક માટે એકઠાં થયેલાં નાણમાંથી એ મંડળ પુસ્તકો પ્રકટ કરે છે તો તેમણે ગુજરાતી ભાષાંતરો પણ પ્રકટ કરવાની જરૂર છે. પુરૂષાર્થ સદ્ધયુપાય, પંચાસ્તિકાય સમય સાર, સપ્તભંગી તરંગિણી, દ્રવ્યાનુયોગ તર્કણા, બૃહદ્‌દ્રવ્ય સંગ્રહ, સ્યાદ્વાદ મંજરી, જ્ઞાનાર્ણવ, અને તત્વાર્થા ધિગમ એટલા ગ્રન્થો પ્રસિદ્ધ થયેલા છે.

૧૨ શ્વેતાંબર જૈન કોન્ફરન્સ ઓફિસ મુંબઈ તરફથી જૈનમંદિરાવલી, જૈન ગ્રંથાવળિ વગેરે ડીરેક્ટરી જેવાં પુસ્તકો પ્રકટ થયાં છે તેમાં જૈન ગ્રંથાવળિ ખાસ વખાણવા લાયક છે. જૈનોના ક્યા ક્યા ભંડારોમાં