પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
જૈન સાહિત્ય.

 (૧૭) મોરબીના જૈન વિદ્યાર્થીઓએ જૈન પ્રો. રવજીભાઈ દેવરાજ સાથે મળીને શ્રી આચારાંગ સૂત્રનું ભાષાંતર બહાર પાડ્યું છે. એ જૈન વિદ્યાર્થીઓએ એવો પ્રયત્ન ચાલુ રાખ્યું હોત તો આચારાંગ જેવાં બીજાં જૈન સુત્રોનાં ભાષાંતરનો લાભ જૈન પ્રજાને મળી શક્યો હોત.

(૧૮) શ્રીયુત મનસુખલાલ કીરતચંદનો જૈન કોમમાં ખરું જ્ઞાન ફેલાવવાનો પ્રયાસ વખાણવા જેવો છે. તેમના નાના નાના નિબંધોએ લોકોનું સારૂં લક્ષ ખેચ્યું છે. રાજકોટમાં મળેલી સાહિત્ય પરિષદ્ માટે લખાયેલો જૈનસાહિત્ય વિષેનો તેમનો નિબંધ વાંચવા જેવો છે. મુંબાઈ નિવાસી મર્હુમ શેઠ અમરચંદ તલકચંદની મદદથી તેમણે તથા પંડિત લાલને જૈન સીરીઝ લખવાનો પ્રયાસ આરંભ્યો હતો તેનું શું થયું તે જાણવામાં નથી. તે પ્રયાસ પાર પડશે તો જૈનોની એક મોટી ખોટ પૂરી પડશે.

(૧૯) મી. મોહનલાલ દલીચંદ દેસાઇ પણ હમણાં જૈન ગુજરાતી સાહિત્યની સેવા ઠીક બજાવવા મંડ્યા છે. તેમના તરફથી ભાષાંતર વિવેચન સાથે પ્રગટ થયેલ નયકર્ણિકા વાંચવા યોગ્ય છે. તે સીવાય દેવદર્શન ઉપર તેમણે એક પુસ્તક લખ્યું છે જે દેવના દર્શન કરનારાઓએ વાંચવા જેવું છે.

(૨૦) મેસર્સ મેઘજી હીરજીની કંપની મુંબઈમાં હમણાં ઉભી થઈ છે તે જૈન ચોપડીઓ પ્રસિદ્ધ કરવાનું કામ કરવા લાગી છે. તેના તરફથી મુનિ શ્રી કેસરવિજયજીનો “મલયા સુંદરી ચરિત્ર” નામક ગ્રંથ પ્રકટ થયેલ છે તે વાંચવા જેવો છે.

(૨૧) શ્રાવક ભીમસિંહ માણેક મુંબાઇવાળાએ જૈન પુસ્તક પ્રકાશનમાં બજાવેલી સેવા તેમની હયાતી સુધી તો સર્વેમાં અગ્રસ્થાને હતી. ભાષાંતરોને પ્રથમ પ્રસિદ્ધિમાં લાવવાનું માન તેમને ઘટે છે. પ્રકરણ રત્નાકરના ચાર મોટા ગ્રંથો તેમણે પ્રકટ કર્યા હતા. એ ગ્રંથો બીજાઓ તરફથી હજી સુધી પ્રકટ થયા હોય એવું અમારા જાણવામાં નથી. શ્રીયુત અમરચંદ પી. પરમારે જેન તત્વ નિર્ણય પ્રસાદ નામનો એક મોટો ગ્રંથ