પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
સાઠીનૂં વાઙ્ગમય.

 પ્રસિદ્ધ કર્યો છે. પણ તે ઉપલા ચાર ગ્રંથમાંના એકેના જેવો સરખામણીમાં ઉપયોગી નથી. જૈન કથા રત્નકોષના આઠ મોટા ગ્રંથો પણ શ્રીયુત્ ભીમસિંહે પ્રકટ કર્યા હતા. જૈનોમાં સૌથી પ્રથમ જાગૃતિ ઉત્પન્ન કરવાનું માન તેને ઘટે છે. તેણે જૈન ભાઈઓ સમક્ષ ભાષાંતરોનો મોટો સમૂહ રજુ કર્યો છે, એટલું જ નહિ પણ ઉપયોગી સંગ્રહ રજુ કર્યો છે.

રા. રા. ભીમસિંહે છાપેલ ગ્રન્થો પૈકી કેટલાક નીચે મુજબના છે.

૧ વૈરાગ્ય કલ્પલતા.
૨ નવતત્ત્વના પ્રશ્નોત્તર.
૩ પર્યુષણાદિ પર્વોની કથા.
૪ જૈન લાવણી સંગ્રહ.
૫ હરિભદ્રસુરિકૃત અષ્ટક.
૬ લઘુ પ્રકરણ સંગ્રહ.
૭ વિવિધ પૂજા સંગ્રહ ભાગ ૧–૨–૩
૮ નવતત્ત્વ પ્રકરણ.
૯ જીવ વિચાર પ્રકરણ.
૧૦ દંડક તથા લઘુસંગ્રહણી.
૧૧ અભયકુમારનો રાસ.
૧૨ જલ યાત્રાદિ વિધિ.
૧૩ સ્વરોદય જ્ઞાન.
૧૪ વસ્તુપાલ તેજપાલ રાસ.
૧૫ કરકંડુ આદિ ચાર પ્રત્યેક બુદ્ધ રાસ.
૧૬ હંસરાજ વચ્છરાજ રાસ.
૧૭ ગુંહલી સંગ્રહ.
૧૮ ભદ્રબાહુ સંહિતા.
૧૯ દેવકીજીના ષટ્ પુત્રનો રાસ.
૨૦ જૈનકુમાર સંભવ.
૨૧ ઉપદેશ તરંગિણી.