પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

કુટે છે' એવું એ વંચાતું ! કાનામાત્ર વગરના બોડીઆ અક્ષર લખવાથી વખતે અર્થનો અનર્થ થઈ જાય છે એવું બતાવવા છેક કવિ દલપતરામના કાળ સુધી કહેવામાં આવ્યું છે. આ હેતુસર કેટલીક ચમત્કૃતિ અને ચાતુર્યવાળી*[૧] કવિતા એમણે પણ કરી છે. જનસમાજનો મોટો ભાગ ધોળકામાં ખાંડ લઈ, ખડ લખી, ખડી વાંચનારો હતો ! બાકીના તો છેકજ અભણ હતા.

પાછળના વખતમાં દેશી રાજ્યોમાં પંડિતો વગેરેને વર્ષાસન મળતાં. વર્ષાસન મેળવનાર મૂળ પુરુષો તો ઘણું કરીને યોગ્ય હતા પણ તેમના વંશજો દિવસે દિવસે છેક નિરક્ષર અને નમાલા થઈ ગયા હતા. અમલદાર વર્ગને ત્યાં ધક્કા ખાઈ ખાઈને તેમની મરજી સંપાદન કરીને વર્ષાસનો ટકાવી રાખતા. તે કાળના બ્રાહ્મણોનું વર્ણન કરતાં કૃષ્ણરામ મહારાજ કકળીને ચાબકા મારે છે. તે કહે છે કેઃ—

“રડતા રાજદ્વાર પંડિત થઇને પક્કા; દેવડીએ છડીદાર સહી લે તેના ધક્કા.
“તોપણ નાવે લાજ કિંકર મુકે કાઢી; વર્ષાસનને કાજ દરબારે જાય દહાડી !”

આવા ભણાવનારા પાસે અને મહેતાજીઓ પાસે અભ્યાસ કરી શકાય એવું હતું. માત્ર આવી કેળવણી લીધેલી પ્રજામાં પુસ્તકો ક્યાંથી લખાય ?

લોકોનાં મનરંજન કરવાના સાહિત્યમાં સામળભટની ચમત્કારભરી વાતો જ હતી. વાંચવાનો ખાસ શોખ હોય તો 'કાષ્ટના ઘોડા' ની, 'મદનમોહના' ની, 'બત્રીસપુતળી' ની, 'સુડા બહોતેરી' ની અને 'વૈતાલ પચ્ચીસી' ની વાતો વગેરેની પ્રતો ખોળીને લખી અગર લખાવી લેવી પડતી હતી. સામળ વેંગણપુર (હાલના રાજપુરની પાછળના ભાગ) માં રહેનારો અને મહેમદાવાદની પાસેના સુંજ ગામમાં પોશાયલો હોવાથી તેની કવિતાનું પ્રાબલ્ય અમદાવાદમાં જરા વિશેષ હતું. સ્વ. નવલરામ વ્યંગમાં કહે છે એમ અમદાવાદમાં ‘રસમાં તો અહિં છપ્પા સામળ' એવું હતું. સુરતમાં પ્રેમાનંદનું માન ઘણું હતું. તેમાંએ એ કવિરાજના મામેરાએ તો


  1. *જૂઓ જૂનાં બુદ્ધિપ્રકાશ અને દલપતકાવ્ય.