પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
સાઠીનૂં વાઙગમય

અમદાવાદ વીગેરે સ્થળે વિહાર કર્યો છે તથા છેક પાલીતાણા, ગીરનાર, પ્રભાસપાટણ વગેરે સ્થળોની મોટા સંઘ સાથે પગે ચાલીને યાત્રાઓ કરી છે.

શ્રી રાણકપુર તથા તારંગાજીના તીર્થસ્થળોની પ્રતિષ્ઠા કરી છે તથા બીજાં ઘણાં મંદીરોમાં પ્રતિષ્ઠાઓ કરાવી છે. ઘણા સાધુઓને પદવી આપી છે તથા ઘણા શ્રાવકને સંધપતિની પદવીઓ આપી છે. તેઓએ સંવત ૧૪૯૯ માં કાળ કર્યો છે.

આ ગ્રંથ એક ઈતિહાસીક ગ્રંથ તરીકે ઘણો ઉત્તમ ગ્રંથ છે. તેમાં સાધુ તથા શ્રાવક વર્ગની સ્થીતિનું આબેહુબ ચીત્ર છે. સાધુઓ વિદ્વાન, જ્ઞાની, યોગી તથા પૂર્ણ શક્તિવાળા, રાજાઓમાં સત્તાધારી હતા. શ્રાવકો ઘણા જ ધનાઢ્ય, કરોડપતિ તથા અબજપતિઓ પણ હતા. પ્રતિષ્ઠાનું આબેહુબ તાદૃશ ચિત્ર ઘણું જ વાંચવા જેવું છે. જે જે ગામ, નગર વીગેરેના નામ આવે છે તેનું જે ચિત્ર ગ્રંથમાં દોર્યું છે તે આબેહુબ અને નજરે જોનારને આજે પણ તે નામો ચોકસ કરવાના સાધનરૂપ છે, તેમ જ તે વખતની ઉત્તમ સ્થીતિ અને હાલની અધમ સ્થીતિનું તોલ પૂર્ણ રીતે કરી શકાય છે. પડતીના કારણો પણ સાધુ તથા શ્રાવક વર્ગની રહેણીકરણીની સરખામણીથી વાચકને તાદૃશ્ય થાય છે.

શ્રાવકો પણ આજની પેઠે નિરંકુશ નહોતા પણ દરેક ગામ તથા તાલુકા તથા જીલ્લા તથા દેશવાર ગચ્છપતિએ નીમેલા શ્રાવક સંધપતિના હુકમ નીચે વર્તતા અને તે તમામ ગચ્છપતિની એક અનન્ય આજ્ઞામાં રહેતા અને તેથી તમામ બળ એક મધ્યબિંદુમાં એકત્ર થવાથી આજ જેવી નિર્માલ્ય સ્થતિ નહોતી. ગમે તેવા મહાન અને વિકટ કામ જલદી થઈ શકતાં એમ આ ગ્રંથ ઉપરથી જણાય છે. આ ગ્રંથ સાધારણ ચરિત્રના ગ્રંથની પેઠે ન વાંચતાં લક્ષપૂર્વક વાંચવાની વિનંતિ કરીએ છીએ.

(૨૪) અમદાવાદ જૈન વિદ્યાશાળા તરફથી પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોમાં ભરતેશ્વર બાહુબળવૃત્તિ નામનો ચરિત્રોના સંગ્રહનો ગ્રંથ જોયા જેવો છે. તે સિવાય વૈરાગ્યશતક, સંબોધસત્તરી, સુલસાસતીનું ચરિત્ર