પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩
જૈન સાહિત્ય.

 વગેરે પુસ્તકો એ સભાએ પ્રકટ કર્યાં છે. હાલમાં તે સભા શું કામ કરે છે તે જણાતું નથી.

(૨૫) મુંબઈમાં માંગરોળ જૈન સભા પણ પુસ્તક પ્રકાશનમાં ઠીક ભાગ લે છે. નિશાળ કે સભા નિભાવવા ઉપરાંત તે આવા સાહિત્યક્ષેત્રમાં પણ ઘુમે છે. જૈન લગ્ન વિધિ તેણે પ્રકટ કરી છે ને એ લગ્નવિધિને અંગે માંગરોળની નાત તરફથી તેના તે વિધિ મુજબ પરણેલાઓને કેટલીક ચર્ચામાં પણ ઉતરવું પડ્યું હતું. એ સભાએ પ્રકટ કરેલું યોગશાસ્ત્ર વાંચવા જેવું છે. બાકીનાં તેણે પ્રકટ કરેલાં પુસ્તકો જુદી જુદી સંસ્થા તરફથી પ્રકટ થઈ ગયેલાં છે.

(૨૬) જુનેરવાળા શેઠ વીરચંદ લાલચંદ તરફથી બહાર પડેલું “ધર્મબિન્દુ” વાંચવા જેવું છે.

(૨૭) મુનીશ્રી બુદ્ધિસાગરજીનાં અધ્યાત્મ સંબંધી પુસ્તકો, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થાય છે. બુદ્ધિસાગરજી મુનિરાજ જમાનાને બરનું થઈ પડે તેવું ઠીક લખે છે. પરમાત્મદર્શનમાં આવેલું નવ તત્વનું સ્વરૂપ ખાસ વાંચવા જેવું છે. પરમાત્મજ્યોતિ એ પુસ્તક પણ આત્માનું સ્વરૂપ સમજવામાં ઉપયોગી થઈ પડે તેમ છે. અધ્યાત્મ ભજનમાળા એ મુનિશ્રી બુદ્ધિ સાગરનાં રચેલાં પદોનો સંગ્રહ પણ સારો છે. અમદાવાદના મી. મણિલાલ નથુભાઈ દોશીએ મુનિ શ્રી બુદ્ધિસાગરજીએ પોતે સંસ્કૃતમાં જે ગ્રંથ રચ્યો છે તેનું ભાષાંતર વિવેચન સહિત લખ્યું છે. મી. મણિલાલના છૂટક લેખો ખાસ વાંચવા જેવા આવે છે. ભજન પદ સંગ્રહના ચોથા ભાગમાં તેર તથા ચૌદમા સૈકામાં રચેલા બે ગુજરાતી ગ્રન્થો તે વખતની લીપી તથા ભાષા યુક્ત અસલ છાપેલા છે.

(૨૮) જામનગરવાળા પંડિત હીરાલાલ હંસરાજે પ્રકટ કરેલાં જૈનધર્મના ઇતિહાસના બંને ભાગ વાંચવા જેવા છે. કાગળ તથા છપાઈ સારાં નથી પણ તેમાં જુદા જુદા મુનિરાજોએ જુદા જુદા કાળમાં કેવી રીતે જીવન ગાળ્યું છે ને પુસ્તકો લખ્યાં છે તે બધું સંક્ષેપમાં ઠીક જણાવ્યું