પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
સાઠીનૂં વાઙ્ગમય.


છે. આ સિવાય લગભગ ચાલીસ પુસ્તકો આ ભાઈએ છાપેલા છે. તેમાંના લોકપ્રકાશ પંચસંગ્રહ ઘણું જ અગત્યના ગ્રંથો છે, તે સિવાય બાકીના ગ્રંથો ચરિત્રના છે. જોકે કિમત વધારે છે, પણ તે ઘણા પ્રયાસ કરીને ગ્રંથો છપાવે છે.

(ર૯) પેરિસમાં ડો. ગ્યુરીનોએ ફ્રેન્ચ સરકાર તરફથી જૈનધર્મના સને ૧૯૦૫ ની સાલ સુધી યુરોપમાં ને કેટલાક હિંદુસ્તાનમાં છપાયેલા ગ્રંથોનાં નામ તેનું વર્ણન તથા તેમાંના વિષયોનું દિગ્‌દર્શન વેગેરે બાર વિભાગ પાડી વિષયવાર સૂચિપત્ર બહાર પાડેલ છે.

(૩૦) શેઠ મનસુખભાઇ તરફથી નીચેના ગ્રંથો બહાર પડેલા છે.

ન્યાયાવતાર
 ખાદ્ય ખંડ
 અષ્ટાધ્યાયી સટીક
 પ્રમાણુ મિમાંસા.
 તત્ત્વાર્થાધિગમ સટીક.
 હરિભદ્રસૂરિકૃત અષ્ટક સટીક.
 ભાષા રહસ્ય.
 પ્રમાલક્ષ.
 અનેકાંત જયપતાકા.
૧૦ ઉપદેશ રહસ્ય વગેરે

(૩૧) શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે પ્રબંધ ચિન્તામણિ, વૈરાગ્યશતક, પ્રાકૃત શબ્દ રૂપાવલી, વગેરે ગ્રન્થો છપાવ્યા છે

(૩૨) અમદાવાદવાળા શા. સવજીભાઇ રાયચંદે લગભગ ૪૦ રાસોના તથા સ્તવન સંગ્રહ વગેરે ગ્રન્થો છાપેલા છે. તે પૈકી કેટલાકના નામ નીચે મુજબ છે.

કુમારપાલ રાજાનો રાસ.
શિયલોપદેશ.