પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
જૈન સાહિત્ય.



૬ આર્ષ વ્યાકરણ.
૭ ષડ્ દર્શન સમુચ્ચય
૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર.
૯ સમરાઈચ્ચકહા,

આમાંના પરિશિષ્ટ પર્વ ગ્રન્થમાં જૈનના છેલ્લા તિર્થંકર મહાવીર સ્વામી જેઓ હેમચન્દ્રાચાર્યના કહેવા પ્રમાણે વિક્રમસંવત પહેલા ૪૭૦ વરસે મોક્ષે ગયા તેમના પછી જૈનધર્મના થયેલા આચાર્યોના ચરિત્રો છે. આ ગ્રન્થ મૂલ હેમચન્દ્રાચાર્યનો છે. પ્રોફેસર જેકોબીએ તે સંશોધિત કર્યો છે. અને પહેલા પ્રસ્તાવનામાં ૭૫ પાનામાં ઇંગ્રેજીમાં તેનો સાર આપેલો છે.

ઉવાસગ દસાઓ ગ્રન્થ. આ જૈનનો આગમનો ગ્રન્થ છે. અને તેમાં આનંદ વગેરે શ્રાવકોએ કેવા વ્રત લીધા તે વગેરેનું તથા શ્રાવકોના બાર વ્રતનું વર્ણન છે. આ આખો ગ્રન્થ ટીકા સાથે છપાયેલ છે અને તેનું ભાષાન્તર પણ ઇંગ્રેજી ભાષામાં પ્રોફેસર હોર્નેલે કરેલું છે. ઉપમિતિ પ્રપંચા કથા નામનો ગ્રન્થ તે એક મહાન ગ્રન્થ છે તે રૂપક ગ્રંથીવાળો ગ્રન્થ છે. લગભગ ૧૩૦૦ પાનાનો ગ્રન્થ છે. અને એક જીવ ઉપર વાર્તા રૂપે તે હકિકત તમામ ઘણી જ સારી રીતે ઉતારેલી છે. આ ગ્રન્થ પ્રોફેસર જેકોબી સંશોધિત કરે છે. યોગશાસ્ત્ર ગ્રન્થ પ્રસિદ્ધ હેમચન્દ્ર આચાર્યનો બનાવેલ છે. તેમાં ઘણી જ સરલરીતે જૈન ધર્મનું સ્વરૂપ ટૂંકાણમાં આપેલું છે. આ ગ્રન્થ અવશ્યે મનનીય છે. દેવગુરૂ ધર્મનું સ્વરુપ તથા શ્રાવકના બારવ્રતો તથા તેના અતિચારો તથા ભાવના વગેરેનું સ્વરૂપ આપેલ છે. છેવટે યોગની વાત આપી છે અને જીવને શરૂથી ઉપાડી ને તે છેવટ મોક્ષ પામે ત્યાં સુધી કેવા પ્રકારની આચરણ જીવે અનુસરવુ જોઈયે તે તમામ ઘણી સારી રીતે આપેલ છે. આ ગ્રન્થ ખાસ વાંચી મનન કરવા યોગ્ય છે. તે ગ્રન્થ ઉપર ટીકા પોતે જ બનાવેલ છે. ભીમસી માણેક તરફથી આ ગ્રન્થનું ભાષાન્તર છપાયેલ છે. અને જો કે ભીમસી માણેક તરફથી છપાયેલ ભાષાન્તર મૂલ તથા ટીકાનું છે છતાં તે ભાષાન્તર હીરાલાલભાઈ પાસે કરાવેલ હોવાથી કેટલેક સ્થળે સંકોચ કરવામાં આવેલ છે મુનિશ્રી