પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
સાઠીનૂં વાઙ્ગમય

પ્રિતી સારી રીતે મેળવી શકાય છે એમ દરેક જૈન માસિકોએ ધ્યાનમાં રાખવાનું છે.

સ્થાનકવાસી જૈન કોમની વસ્તીના પ્રમાણમાં તેમાં વિશેષ માસિકો પ્રકટ થવાની જરૂર છે.

૧૦. દીગંબર જૈન સુરતવાળા મિ. મુળચંદ કશનદાસ કાપડીયા તરફથી આ પત્ર ત્રણેક વર્ષ થયાં પ્રકટ થાય છે. આ સિવાય અમદાવાદમાં દિગંબર જૈન બોર્ડિંગ તરફથી એકાદ માસિક પ્રકટ થવાનું સાંભળ્યું છે પણ તે જોવામાં આવ્યું નથી.

૧૧. જૈન ગેઝીટ આ માસિક અલ્હાબાદમાં મી. જગમંદિરલાલજૈની બેરીસ્ટર–એટ–લો એમની માર્ફત અંગ્રેજીમાં છપાય છે. જૈન સંબંધીનું આ એક જ ચોપાનીયું છે કે જે અંગ્રેજીમાં નીકળે છે.

જૈન ગૂજરાતી સાપ્તાહિક પત્રો.

૧. શ્વેતાંબર સ્થાનકવાસી જૈનોમાં શા. વાડીલાલ મોતીલાલના અધિપતિપણા નીચે અમદાવાદમાં "જૈન સમાચાર” નામનું અઠવાડીક પત્ર દર સોમવારે પ્રકટ થાય છે. પાંચેક વર્ષ થયાં તે સ્થાનકવાસી જૈન કોમમાં સારી જાગ્રતી ફેલાવવા મંડ્યું છે. મૂર્તિપૂજાના ખંડનના તથા બીજા રાજકીય લેખો જે કોઈ કોઈ વખત તે પત્રમાં આવતા તે બાદ કરતાં બાકીના વિષયો ઘણું કરીને કોમમાં જાગૃત્તિ લાવવાનું અને જાહેર મત કેળવી સ્વમાનનો જુસ્સો ઉત્પન્ન કરવાને ઉપયોગી હતા તેમ એ પત્રને ઈન્સાફ આપવા કહેવું જોઈએ. એ પત્ર અને અમદાવાદ શ્વેતાંબર ( મૂર્તિ પૂજક) જૈનોના જૈન નામનું અઠવાડીક પત્ર ઘણીવાર સામસામે લખાણોની ઝપાઝપીમાં ઉતર્યા છે. આવી ઝપાઝપી સુજ્ઞ વાંચનારાઓને પસંદ નથી એમ પણ તેઓ બંન્નેએ જોયું જાણ્યું હોવું જોઈએ. “જૈન” અને “જૈન સમાચાર ” લોર્ડ જેવા જૈન શેઠીઆઓ, કોન્ફરન્સના કાર્યવાહકો, અને સંઘમાં ફાટફુટ પડાવનારા સાધુઓ ઉપર જે બાણો છોડ્યાં છે તે એ