પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
સાઠીનૂં વાઙ્ગમય.

માં લોર્ડ કેન્નીંગે, વર્ત્તમાનપત્રપર જાપતાનો કાયદો અમલમાં હતો ત્યારે, એક વેપારીનો શિલા પ્રેસનો પથરો પોતાના વેપારના કાગળમાં રાજ્યકીય બાબતો લખવાના સબબે જપ્ત કર્યો હતો.

હિંદુસ્થાનમાં છાપખાનું પ્રથમ ઉઘાડવાનું માન મુંબાઇ અને બંગાળા બન્નેને ઘટે છે. બંગાળામાં પહેલું છાપખાનું સને ૧૭૭૮ માં સર ચાર્લ્સ વિલ્કિન્સ નામના વિદ્વાને કાઢ્યું હતું. ‘હેલ્ડ હેડ’ નું બંગાળી વ્યાકરણ એ બંગાળામાં પ્રથમ છપાયલું પુસ્તક છે.

લગભગ આજ સમયે આપણી તરફ મુંબાઈમાં કોઈ રૂસ્તમજી કેરસાસ્પજી નામના પારસીએ પ્રથમ છાપખાનું કાઢ્યું હતું. એમણે સને ૧૭૮૦ નું પંચાંગ પહેલ વહેલું છાપીને પ્રગટ કર્યું હતું. મુંબાઈના પ્રખ્યાત વિદ્વાન ડા. બ્યુઈસ્ટના ૧૮૫૫ માં બોંબે ટાઈમ્સમાં દર્શાવેલા અભિપ્રાય પ્રમાણે આ પંચાંગ સને ૧૭૭૯ માં જ તૈયાર થવું જોઈએ અને તેથી આ સાહસિક પારસીએ મોડામાં મોડું સને ૧૭૭૮ ના અંત સુધીમાં છાપખાનું ઉઘાડ્યું હોવું જોઈએ. આપણી તરફ આ પ્રમાણે પ્રથમ છાપખાનું કાઢનાર આ પારસી ગૃહસ્થ છે.

ગુજરાતમાં દરેક શહેરમાં કોણે કોણે છાપખાનું પ્રથમ આણ્યું હતું, વગેરે હકીકત લખીને ખાલી વિસ્તાર કર્યા કરતાં આ પ્રકરણને અંતે ઈ. સ. ૧૮૬૭ ના અંત સુધીમાં કિયાં કિયાં ગામમાં છાપખાનાં વગેરે હતાં તેની યાદિ આપીએ છઈએ જેથી એ વિશે હકીકત સહજ જ ખ્યાલમાં આવશે.

આ તો છાપખાનાની વાત થઈ પણ વર્તમાનપત્રના સંબંધમાં તો બંગાળાને અગ્રસ્થાન મળે છે. ત્યાં સને ૧૭૮૦ માં ‘બંગાળ ગેઝીટ’ નામે વર્ત્તમાનપત્ર પહેલ વહેલું નીકળ્યું હતું. કેટલાક કાળ બાદ બીજાં વર્ત્તમાનપત્રો પણ ત્યાં પ્રગટ થયાં હતાં.

આ વર્તમાન પત્રોની જીંદગીનો અહેવાલ, તેમના અધીપતિનાં ચરિત્ર, તેમને વેઠવી પડેલી વિપત્તિઓ તેમ જ તેમની કારકીર્દી વિગેરે રમુજ પડે