પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
સાઠીનૂં વાઙ્‌ગમય.

ઓળખાતું હતું. સ્વ. કરશનદાસ અને મહારાજો વચ્ચેની તકરાર વખતે આ માણસ જીસકે તડમેં લડ્ડુ ઈસ્કે તડમેં હમ એ ન્યાયે કરશનદાસને અને એના પક્ષને બહુ ભાંડતો. સન ૧૮૫૧ માં જ્યારે 'રાસ્તગોફતાર' પ્રથમ નીકળ્યું ત્યારે એ નવા પત્ર ઉપર તેણે બહુ હુમલા કર્યા હતા. 'રાસ્તગોફતાર' નામ કેમ રાખ્યું એમ એની તકરાર હતી. પ્રો. દાદાભાઈની કલમે લખાયેલા એના હુમલાના જવાબ વાંચવા જેવા છે.

એલ્ફિનસ્ટન ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓની ચળવળ અને દેશસેવા વિષે અમે આગળ કહી ગયા છઈએ. તેમણે ગનેઆન–પરસારક નામે એક ચોપાનીયું ચાલુ કર્યું હતું. શરૂઆતની પારસી ગુજરાતી ભાષા, તેમાં છપાતાં પુસ્તકો, તેમની જોડણી વગેરેનો ખ્યાલ આપવાને માટે અમે આ શુભચિતંક યુવાનોએ કાઢેલા ચોપાનીયાને માટે બે બોલ બોલીશું. તે વખતે શબ્દ શબ્દ છુટો છાપીને દરેક શબ્દની વચમાં પૂર્ણ વિરામ જેવું ચિન્હ મુકવાની રૂઢી હતી. પૂર્ણ વિરામને બદલે વાક્ય પૂરું થતાં એક ફુદડી મુકવામાં આવતી. એ ચોપાનીયાના બીજા પુસ્તકના આરંભમાં જ અધિપતિ તરફથી જે લખાણ લખવામાં આવ્યું હતું તેમાંથી ટુંકું અવતરણ આપીએ તો અમારા કહેવાનો ખ્યાલ સહજ આવશે.

'ગનેઆંન–પરસારક'–

પુસ્તક – ૨ જું*

"જારે.ગનેઆંન.પરસારક.ચોપાનીઉં.આએ .ટાપુમાં.પહેલ.વહેલું.પરવરતાવીઉં.તારે.એવી. હમને.ઈનતેજારી.હતી.કે.કેઆરે.એ.આએ.ટાપુમાં. ફેલાવો.પામે.પણ.શ્રુકરખોદાના.કે.હમુને.એ. વીશે.કહેતાં.ઘણી.ખુશી.ઉપજેચ.કે.જે.હમારી.ઉમેદ. હતી.તે.ઈઅજદાં.એ.પુરી પાડીચ.અને. આપણા.દેશીઓ .એ.હમને.સારી.મદદ.આપીચ*"

ત્રીજા પુસ્તકના પ્રારંભથી આ ચોપાનીયું લખનારા ગૃહસ્થાને ગુજરાતીની 'શુધ જેડની' ની જરૂર લાગી હતી. એ વર્ષથી ચોપાનીયાનું નામ સુધારીને