પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩
સામાયિક પત્રો અને છાપખાનાં

જ્ઞાન-પ્રસારક બનાવ્યું હતું. એ પુસ્તકના 'દીબાચા' માં તેઓ નિચે મુજબ લખે છે.

“જ્ઞાન પ્રસારકને મદદ આપનારા સરવે સાહેબની જનાબમાં અરજ ગુજારીને જણાવ્યે છઈએ કે જે વખતથી અમોએ આ ચોપાનીયું પરવરતાવવાનો વિચાર કીધો હતો તારથી જ અમોએ એવું ઠરાવ્યું હતું કે જેમ બને તેમ ગુજરાતી બોલીની શુધ જોડની આ ચોપાનીયામાં દાખલ કરવી. આજ સુધી ઘણું કરીને શુદ્ધ ગુજરાતી લખવાની તથા બોલોનો બરાબર ઉચ્ચાર થાય તેવી રીતે જોડની કરવાની ચાલ ઘણી થોડી જોવામાં આવી છે, અને એ સુધારો એકદમ દાખલ કરવાને અમને પણ દુરસત લાગું નહીં હતું. કાં જે આજ સુધી મુંબાઇના ઘણાં ખરાં પારસી રહેવાસીઓને શુધ જોડનીથી લખેલી ગુજરાતી ભાષા વાંચવાનો મહાવરો નથી તેથી કોઈને ચોપાનીયું પસંદ આવે નહીં – પણ અમને ૧ાા વરસની ટુંકી મુદત કહાડતાં પણ ઘણી મુશકેલી પડી અને અમોને ઘણી તરફથી ઠપકા આવ્યા કે "તમો ખોટી જોડનીથી ગુજરાતી શું કરવા છાપો છો ? એક તરફથી તમો લોકો કહો છો કે ખોટી જોડનીથી ભાષાને તથા પુસ્તકોને ઘણું નુકસાન પહોચે છે તથા તે સાથે વલી ઘણી એબ લાગે છ, અને એ આપણી ભાષામાં એક હસવાજોગ ખામી છે – વલી બીજી તરફથી તમે જ લોકોએ ખોટી જોડની કામમાં લાવો છો તે ઘણું નાદુરસ્ત છે" એવી તરેહથી કેટલીક તરફથી અમને ઠપકા મલ્યાથી અમને ફરજ પડી છે કે કાંઈ પણ રીતે એ ઘણોજ જરૂરનો સુધારો ચોપાનિયામાં દાખલ કીધો જોઈએ."

આ પ્રમાણે શરૂ થયેલી પારસી–ગુજરાતી હાલ કેટલી ફેરવાઈ ગઈ છે તેનો ખ્યાલ આપવાને ઉપરનું અવતરણ બસ છે. સને ૧૮૪૯ ના જુલાઈની પહેલી તારીખે આ ચોપાનીયું પ્રથમ નીકળ્યું હતું.

ચિત્રજ્ઞાન દર્પણના આધપતિ મી. બહેરામજી ખરસેદજી ગાંધીએ પેગંબર સાહેબ મહમ્મદનું ચિત્ર છાપવાની ભૂલ કરવાથી મુસલમાનોએ હુલ્લડ કર્યું હતું. એ ગૃહસ્થ ઉપર જ નહિ પણ આખી પારસી કોમ ઉપર