પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
સાઠીનૂં વાઙ્‌ગમય.

તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ વખતે પારસીઓ તરફથી ખાસ વર્ત્તમાન પત્ર તરીકે જ્ઞાન પ્રસારકવાળા તરૂણોમાંથી મહાન્ દાદાભાઇ નવરોજજી અને શેઠ ખુરશેદજી નવરોજજીએ 'રાસ્ત ગોફ્તાર' સને ૧૮૫૧ માં બહાર પાડવા માંડ્યું હતું. આ પત્રની સાથે પ્રોફેસર દાદાભાઈ, મર્હૂમ શેઠો ખુરશેદ નવરોજજી કામા, મર્હૂમ સોરાબજી શાપુરજી બંગાળી, મર્હૂમ ખુરશેદજી રૂસ્તમજી કામા, મર્હૂમ કરશનદાસ મુળજી, મર્હૂમ ડોસાભાઈ ફરામજી કામા, મર્હૂમ પેસ્તનજી રતનજી કોહલા, અને શેઠ નવરોજજી ફરદુનજી વગેરે ઘણાં નામાંકિત પુરૂષો જોડાએલા હતા. તે વખતે તેઓ બધા જુવાનીઆ હતા. પ્રો. દાદાભાઇ, મેસર્સ નસરવાનજી પૃશ્યા, જાંહાગીર બરજોરજી વાછા, સોરાબજી શાપુરજી બંગાળી, કરશનદાસ મુળજી, શેઠ ડોસાભાઈ ફ. ફડાકા, શેઠ કાવસજી એદલજી ખંભાતા, વગેરે જૂદા જૂદા અધિપતિઓ આ વર્ત્તમાનપત્ર ચલાવી ગયા છે. મર્હૂમ કે. ન. કાબરાજી જેમની ગુજરાતી નવલ વાર્તાઓને માટે અમે આગળ કહી ગયા છઈએ તેઓ ઘણાં વર્ષો સુધી આ વર્ત્તમાનપત્રના તંત્રી હતા. એ પત્રની 'જ્યુબિલિ' વખતે નીકળેલા ખાસ અંકમાં છાપેલા પહેલા અંકના લખાણની જોડે હાલના રાસ્તના લખાણને સરખાવી જોતાં ભાષામાં, અને ઇબારતમાં, કેટલો સુધારો થયો છે તે સહજ જ જણાઈ આવે છે. આ પત્ર હાલ પોતાની હયાતીનાં ઓગણસાઠમા વર્ષમાં છે. દરેક વિષય ઉપર બધાના અભિપ્રાય સરખા ન જ હોય એવી મતભેદની વાતનું વિવેચન કરવાનો અમારો હેતુ નથી પણ એવા મતભેદને ન ગણતાં એ પત્રે લોકહિતમાં મચ્યાં રહીને, બદી અને નઠારી રસમોને અને જૂલમનાં કામોને તોડીને અત્યાર સુધી આબરૂ ભરેલી જીંદગી ગુજારી છે.

જ્ઞાન પ્રસારક કાઢનારી મંડળીમાંથી જ જન્મ પામેલી બીજી હિંદુ મંડળીએ 'બુદ્ધિ વર્ધક' નામનું માસિક કાઢ્યું હતું એ વિશે અમે આગળ વિસ્તારથી કહી ગયા છીએ.

ઘણાં વર્ષ પૂર્વે 'ડાંડિયો' નામનું પાક્ષિક પત્ર કવિ નર્મદ' અને તેમના મિત્રોએ કાઢ્યું હતું. એઓ અને ગીરધરલાલ કોઠારી એના