પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧
સામાયિક પત્રો અને છાપખાનાં


વગેરે અસ્તિત્વમાં આવ્યાં હતાં. કેટલીક જીંદગી અહીં ભોગવી 'હિંદુસ્થાન' મુંબાઈ મરવા ગયું હોય એમ થયું. 'પ્રજામિત્ર' અને 'ન્યાયદર્શક' પણ કાળનો કોળીયો થઈ ગયાં.

કેટલાંક વર્તમાન પત્રો, અથવા અમે એવાને એ સારે નામે નહિ બોલાવીએ–કેટલાંક ચિંથરાં ઘણો નીચો ધંધો લઈ બેઠાં હતાં. તેઓ લોકોની ખરી કે ખોટી ખાનગી વાતો અજવાળામાં લાવવી, ધમકી આપવી અને પૈસા કઢાવવા એ પ્રમાણે પાપે પેટ ભરનારાં હતાં. કેટલાંકનો ત્રાસ ઘણો હતો. એકની જ વાત અમે કહીશું. એક ધનવાન હેવાન પાસે એ ચીંથરીયા અધિપતિએ સેંકડો રૂપિઆ કઢાવ્યા હતા. દર અઠવાડીએ કાંઈ મભમ અને કાંઈ સમજાય એવી ચાર પાંચ લીટીઓ એ ચીંથરામાં હોય જ.

"એક આબરૂદાર શેઠીઆએ ચેતતા રહેવું". “એક માણસની ઘણી નઠારી ખબર અમારી પાસે આવી છે. અને અમે તપાસ કરીએ છીએ; પછી પ્રગટ કરીશું" આવા આવા પેચથી ધનવાન હેવાનોને ધમકાવી લાંચ ઓકાવવાને ધંધો જ લઈ પડ્યો હતો. એક અમુક અધિપતિ છેક અજાણ હતો. ઇંગ્રેજી તો રહ્યું, પણ ગુજરાતી પણ પુરું આવડતું નહોતું. લાજ, શરમ, બીક વગેરેની જોડે એને કશી સગાઈ નહોતી. આ અધિપતિના ચિંથરામાં કાઠીઆવાડના અમુક રાજ્યને માટે ઘણી જુલમ અને ત્રાસ ભરી વાતો મહિના બે મહિના સુધી આવી હતી. ત્યાર બાદ એઓ જાતે આ જુલમની ખેાળ કરવા કાઠીઆવાડ આવ્યા હતા ! અમને મળીને રાજાને મળવાની ખાસ ગોઠવણ કરાવી હતી. સલામને માટે આવવું છે એટલું જ કહેવડાવ્યું હતું. અમારા એક મિત્ર અધિપતિ સાહેબને રાજની હજૂરમાં લઈ ગયા હતા. એઓ કહેતા હતા કે અધિપતિ સાહેબે ઘેરથી દરબાર સુધી રાજાના જુલમ, કારભારીના જૂલમ, અને રૈયતના ત્રાસની જ વાત આખે રસ્તે કરી હતી. રાજા મળ્યા; તમે સારા છો, ઉતારાનો બંદોબસ્ત ઠીક છે અને ફરી આવજો, એટલી જ વાત થઈ. પરંતુ ઉક્ત ત્રણ વાક્યો સિવાય રાજાએ અમારા મિત્રને ઈંગ્રેજીમાં એક નાનો સબળ મંત્ર કહ્યો હતો. એની