પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ

ગણિત, બોધવચન અને ડૉડસ્લીનો વૃત્તાંત નામનાં પુસ્તક તૈયાર થયાં. તે ઉપરાંત બાળમિત્ર, મરાઠાની બખર, બીજગણિત, ભૂગોળ, ઈસપનીતિ વગેરે પુસ્તકો બહાર પડ્યાં. અમારી ગોઠવણ પ્રમાણે આગળ ઉપર યોગ્ય સ્થળે આ પુસ્તકો વિષે બોલવાનું રાખી ગુજરાતની તે કાળની હાલતનું વર્ણન કરીશું.



પ્રકરણ ૨ જું.

કેળવણીની શરૂવાત અને સ્થિતિ.

આપણી તરફ ગુજરાતમાં ઇ. સ. ૧૮૨૬ માં પ્રથમ નિશાળો સ્થાપન થઈ. સુરતમાં ત્રણ, અમદાવાદ અને ભરૂચમાં બબ્બે અને ખેડા, ધોળકા અને નડિયાદમાં અક્કેક એ પ્રમાણે પ્રથમ દશ નિશાળો ઉઘાડવામાં આવી હતી. કેટલાક માણસોને મુંબાઇ તેડાવીને નિશાળોનું કામ ખાસ શીખવવામાં આવ્યું હતું. તેઓમાંના દશને આ નવી સ્થપાયલી નિશાળોના મહેતાજીઓ નીમવામાં આવ્યા હતા. એ દશમાંનાં થોડા, ભણેલા અને ઉદ્યોગી હતા. બાકીના તો ઠીક જ હતા. અમદાવાદની પહેલા નંબરની નિશાળના મહેતાજી તૂળજારામ સુખરામ, વિસલનગરા નાગર, પોતાના સારા સ્વભાવ, ભણાવવામાં ખંત, હોંસ, મહેનત અને કાબેલીઅતને માટે વખણાઇ ગયા છે. હજી પણ લોકો તેમને માનપૂર્વક સંભારે છે. આજ એ વાતને લગભગ સૈકું થવા આવ્યું છતાં પહેલા નંબરની નિશાળ છેક થોડાં વર્ષ પહેલાં તૂળજારામ મહેતાજીની નિશાળ તરીકે ઓળખાતી. આ દશ ગૃહસ્થોમાંથી એવાજ બિજા વિરલનર સુરતના વડનગરા નાગર બ્રાહ્મણ દુરગારામ મંછારામ મહેતાજી હતા. કાઠીઆવાડમાં કેળવણીનાં પ્રથમ બીજ રોપનારને સહાય આપીને, પાછળથી કેળવણીને ખીલવીને અને વહેમ અને જૂલમની સામે થવામાં નિડરતા બતાવીને એ સ્વર્ગવાસી મહેતાજી નામાંકિત થયા છે. વિજ્ઞાનનું પુસ્તક લખીને એમણે ગુજરાતીમાં એવાં પુસ્તકોનો આરંભ કર્યો