પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
કેળવણીની શરૂવાત અને સ્થિતિ.

હતો; અને જાદુગરાની જોડે ટક્કર લઈ તેમનું ખોટારૂં ઉઘાડું પાડવામાં તેમણે બહાદૂરી બતાવી હતી.

કેળવણીનો ઇતિહાસ અમારો પ્રસ્તુત વિષય ન હોવાથી આ સ્થળે આ મનોરંજક વિષય સંબંધે આટલુંજ કહીને અટકીએ છઈએ. ગુજરાતીમાં પ્રથમ લખાયલા ગ્રંથો કિયા અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હતા એ જાણવાને આ દિગ્દર્શનની જરૂર જણાવાથી અમે આટલી છૂટ લીધી છે.

મુંબાઈના ગવરનરની જગોએ સર જોન માલ્કમ નિમાયા; તેમનો અભિપ્રાય એવો હતો કે ઇંગ્રેજી તો થોડાક જ જાણે; તેઓ તે ભાષામાંથી ઉપયોગી પુસ્તકોનાં ભાષાન્તર કરી જનસમૂહના લાભને માટે પ્રકટ કરે અને સાર્વજનિક કેળવણી માત્ર દેશીભાષામાં જ અપાય. આમ હોવાથી ભાષાન્તર કરવાનો વા ચાલ્યો.

“નવી નિશાળોની સ્થાપના થવાથી તેમાં ચલાવવાને નવી ચોપડીઓની જરૂર જણાઈ અને મુંબઈમાં થયેલી મંડળીએ એતદ્દેશીય ભાષામાં પુસ્તકો લખાવવા માંડ્યાં એ અમે આગળ કહી ગયા છઇએ. આપણા પશ્ચિમ હિંદુસ્તાનની રાજધાની મુંબાઇ તેથી ત્યાં જ કેળવણી ખાતાનું મથક થયું, અને સરકારી નિશાળોમાં ભણાવવાની ચોપડીઓ ત્યાં થઇઓ. મરાઠી ભાષામાં જે ચોપડીઓ હતી તેઓના તરજુમા પહેલા થયા, ને એ તરજુમા કરનારામાં મરાઠી શાસ્ત્રીઓ મુખ્ય હતા. વધારે નવાઇ જેવું એ છે જે ગુજરાતી ભાષાનું વ્યાકરણ જોઇએ માટે મરાઠી વ્યાકરણનો મરાઠી શાસ્ત્રીઓએ ગુજરાતીમાં તરજુમો કર્યો. ગુજરાતી બોલીના નિયમોથી તેઓ અજાણ્યા હતા એવું જણાય છે. વ્યાકરણનો અર્થ જેઓ જાણતા હશે તેઓ સહેલથી કહી શકે કે આવા વ્યાકરણથી કેટલો ફાયદો થયો છે. મને તો લાગે છે કે એથી ઘણું જ નુકસાન થયું છે. આજ દીન સુધી જે જે ચોપડીઓ સરકારી તથા ખાનગી, ચોપાનીયાં તથા વરતમાનપત્રો મુંબાઇમાં છપાય છે તેમાંના ઘણા ખરા વ્યાકરણદોષ એથી થયા છે. ભરૂચથી ઠેઠ મુંબઈ સુધીના લોકોના ઉચ્ચાર તથા કેટલાએક શબ્દોમાં ભેદ છે પણ એમનું વ્યાકરણ ગુજરાતના બીજા ભાગોમાં રહેનારાના જેવું જ છે. જે સરકારી નિશાળમાં