પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

નથી ભણ્યા તેમની વાતચીત તથા લખાણ ઉપરથી એ સાબીત થાય છે. ઘોડાઓ, હાથીઓ વગેરે અનેક વ્યાકરણદોષ ત્યાંના જુવાન પુરુષોના લખાણમાં આવે છે તેઓ વ્યાકરણથી દાખલ થયા છે.”

“મેં કહ્યું કે નિશાળોમાં શિખવવાને મરાઠીમાંથી કેટલાએક તરજુમા કર્યા. એ ગ્રંથ કરનારા એમ જાણતા કે નાનાં છોકરાંને લાયક ગ્રંથ કરવાને ગુજરાતી ભાષામાં બોલ નથી. એમને ગુજરાતી ભાષા જંગલી ભીલોની બોલી જેવી લાગી. ને એ વિચારથી સંસ્કૃત શબ્દો જેમ ખોસી ઘલાયા તેમ ખોસ્યા. ત્યાર પછી આજ સુધી જે જે ચોપડીઓ થઈ તેમાં તે જ પ્રમાણે થયું. એટલે સુધી કે સરકારી નિશાળમાં ભણેલા છોકરા ગુજરાતી ભૂલવા લાગ્યા. જેણે એ પુસ્તકો વાંચ્યાં હશે તેમના જોવામાં સર્વ આવ્યું હશે.” “જેને સંધે પડે તેણે એ ગ્રંથ વાંચવા.”

"ગુજરાતી બોલી મૂળે ગુંચવાએલી તો હતી ને આ વ્યાકરણ તથા પુસ્તકોથી ગુંચ પડીને ઘભરાટ થયો. એટલી અડચણો જાણે બસ નહોય તેમ અધુરામાં પુરો એક બીજો માર પડ્યો. આપણા ચંચળ અને હીંમતવાન દેશીભાઈ પારસીઓ હરેક સારા કામમાં આગળ પડે છે. તેથી કેળવણીના કામનો જેવો આરંભ થયો તેવો જ તેનો પહેલો લાભ તેમણે લીધો. વરતમાનપત્રો ને ચોપાનીઆં પ્રગટ કરવા લાગ્યા; ને આજે પણ એવાં સારાં કામો ઘણી હોંસ ને જોરથી ચલાવે છે. બીજા ગુજરાતી લોકો એવી વાતો આજસુધી થોડી જ સમજતા હતા, ને હજીએ તેની દરકાર રાખતા નથી. એ કારણથી પારસી ગુજરાતી ઘણી ફેલાઈ ગઈ. પારસીઓ અસલ ઇરાનના રહેવાશી ને તેમની અસલ બોલી ફારસી એ બોલી મુકી દઇને ગુજરાતી બોલી શિખ્યા. પરદેશીઓ આપણી બોલી બોલે છે તેમાં ઘણી ભૂલો પડે છે એ તમે સર્વે જોયું હશે. તે ઘણા વરસ સુધી આપણામાં રહે છે ને શિખે તોપણ તેમની ખોડ જતી નથી. દખણી ગોક ગુજરાતી બેસે છે અથવા મુસલમાનો બોલે છે ત્યારે ઘણી રમુજ પડે છે. એક મરાઠો ચાકર રહેવા આવ્યો ત્યારે પગાર વગેરે માગ્યો તેમાં એક એ માગ્યું કે મારી હજામત શેઠ તમારે કરવી. તે સાંભળતાં જ અજાણ્યા શેઠે ધક્કો મારી