પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
કેળવણીની શરૂવાત અને સ્થિતિ.

બહાર કાઢયો. તેની કહેવાની મતલબ એ હતી કે હજામતનો ખરચ તમારે માથે ***** તેઓ પહેલા આવી નવસારી, ગણદેવી, વલસાડ તથા બીજાં પરગણાં દરીઆ કિનારે છે તેમાં આવી વસ્યા ને ત્યાંના લોકની ભાષા શિખ્યા. આએ ને એવી, જોવસ ને આવસ, વાયમરૂંરે વગેરે પારસી બોલીમાંથી કેટલાક બોલ મેં ઘણા ખારવાને બોલતાં સાંભળ્યા છે. તેથી હું અનુમાન કરું છું કે એવા લોકો પાસેથી પારસીઓ ગુજરાતી શિખ્યા હશે.”......“એવી હાલતમાં પારસીઓ હતા. એવામાં બાળ ને ગંગાધર વ્યાકરણ નીકળ્યાં. એ શિખી નવી ભૂલો કરવા લાગ્યા.” હું ગુજરાતી ભણ્યો છું કહેવાને, હમો બિ ગુજરાટી ભનેઆચ કહે છે. સાહેબ લોકો જે એ વ્યાકરણ ને એ ચોપડીઓ પરથી ગુજરાતી શિખે છે તે કેવું છે તે જુવો.” “સુરત, ઘોઘા ને રાજકોટના પાદરી સાહેબોનું લખાણ જેણે વાંચ્યું હશે તે સાક્ષી આપશે. તેમાં પણ તરે તરેની ભૂલો આવે છે. સુરતમાં જ્ઞાનદિપક નામે ચોપાનિયું મહિને મહિને છપાય છે, તેમાંથી એ તમને ખોટા ગુજરાતીના ઘણા દાખલા જડશે. હું વડોદરાને ગયો હતો, વગેરે વાંચી ઘણું હસવું આવશે. એ વ્યાકરણને એ પુસ્તકો તથા પારસી વરતમાનપત્રો ને ચોપાનિયાં વાંચીને ગુજરાતી લોકોની ભાષા બીગડે છે. તેના દાખલા તમને મુંબાઇના બુદ્ધિવર્ધક ગ્રંથમાંથી ઘણા મળશે. સરકારી લખાણમાં જે ગુજરાતી ચાલે છે તે પણ હસવા જોગ છે.”

ઉપરનાં અવતરણોની અંદરનાં લખાણ અમે જૂનાં બુદ્ધિપ્રકાશમાં છપાયલા સ્વ. મહીપતરામજીએ હિમાભાઈની લાયબ્રેરીમાં ગુજરાતી ભાષા વિષે ઈ. સ. ૧૮૫૮ માં આપેલા ભાષણમાંથી લીધાં છે. ગંગાધર શાસ્ત્રીનાં કરેલાં વ્યાકરણોનો એમાં ઇશારો છે.

એમાંનાં કેટલાંક પુસ્તકોમાંથી અમે નીચે ઉતારા આપીએ છઇએ કે તે વાંચવાથી સ્વ. મહીપતરામજીના કહેવાની યથાર્થતા ઠીક સમજાય.