પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

( ૧ )
“ વાત–૧૬૦.

મધમાખ્યો માખ્યો અને ભમરી.

કેટલી એક માખ્યો મધમાખ્યોના મધપૂડામાં આવીને કહેવા લાગીયો જે, આ મધ અમ્હારૂં છે, પછી બે જણીઓનેં અરસ્પરસ લડાઇ થઈને બે પક્ષનીયો, ભમરીપાસે ન્યાય કરાવા ગઈયો. ત્યારે ભમરીયે કહ્યું જો તમે અદાલતની રીતે વાદ કરશો તો તમને ખરચ ઘણું થશે; અને ફડચો પણ વહેલો થશે નહીં, માટે, તમે ઉભયતાં મ્હારાં સ્નેહી છો, હું તમારું સારું ઇચ્છું છું, માટે તમને કહું છું કે તમે બે મળીને મ્હને તમારી હકીગત લખી આપો; એટલે હું તમારું સઘળું મનમાં આણીને જે નીતિ હશે તે કહીશ. તે સાંભળીને બે પક્ષનીયો રાજી થયીયો; અને હકીગત લખી આપી. પછી તે ભમરીયે તેમની લડાઈનો વાદ મનમાં આણીને તેમને કહ્યું સાંભળો છો, તમે બે બરાબર જણાઓ છો માટે, ખરાખોટાનો ન્યાય કરવો મ્હને લગાર કઠિણ દીસે છે, માટે માખ્યો તમે એવું કરો કે એક ખાલી ઠેકાણું લ્યો, અને મધમાખ્યો તમે પણ લ્યો, અને ત્યાં મધ કરીને બે જણીયો મ્હારી પાસે લાવો, પછી હું તે બે મધનો સ્વાદ રંગ જોઈને આ મધપૂડાનું મધ કોનું તે કહીશ, મધમાખ્યોયે તે વાતની તરતજ હા કહી અને માખ્યોયે આંઉ કરવા માંડ્યું તે જોઈને ભમરીયે માખ્યોને કહ્યું જે તમે જુઠીયો છો અને મધમાખ્યો સાચીઓ છે.

ઇસપનીતિ કથા—બાપુશાસ્ત્રી પંડ્યા. ઈ. સ. ૧૮૨૮.”
 
( ૨ )

ઈ. સ. ૧૮૨૮ ના જ અરસામાં એટલે ઈ. સ. ૧૮૩૦ માં અમદાવાદમાં લખાએલા એક દસ્તાવેજમાંથી ટુંકો ઉતારો ઉપરની ભાષાની જોડે સરખાવવાને ઉપયોગી થઈ પડશે એમ ધારી આપીએ છઇએ:—