પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
કેળવણીની શરૂવાત અને સ્થિતિ.

જીવતા વરૂની પીઠ પરની ઉની ઉની ખાલ કાઢીનેં રાજાજીના કાળજાપર વહેલા મુકીને પાટાથી બાંધીએ તો તરત કરાર થાસે એમ શીઆલે કહેતા જ વારમાં શરવ શભાના મનમાં વાત ઉતરીનેં કરીઉં કે તે તરત કરવું જોઈએ પછે તે વરૂને પકડીને તેહની પીઠ પરનું ચામડું કાઢવા લાગીઆ, તે શમે શીઆલે આ શીખામણની વાત વરૂના કાનમાં શંભલાવી કે જે બીજા શારૂ ખાડો ખોદે છે તેમાં તે પોતે જ પડે છે. ”

"કેટલીએક ડાડસ્લીની વાતોનું ભાષાન્તર.એ. ને. ઈડુકેશન ઇનષ્ટિત્યૂશનને શારૂ છાપ્યું. આવૃતિ ચૌથી. ૧૮૫૦

૧૮૫૦
 
( ૯ )

"જો તહ્મે ન્યાય સભાની રીત પ્રમાણે તકરાર ચલાવશો તો તહ્મને ખરચ ઘણો થશે, અને ચૂકાદો પણ ઉતાવળો થશે નહી, અને તહ્મે બેઉયે મ્હારાં મિત્રો, હું તહ્મારું કલ્યાણ ઈચ્છું છું, માટે તહ્મને કહું છું કે તહ્મે બેઉ મળીને મ્હને પંચાતનામું લખી આપો એટલે હું તહ્મારો મુકદૃમો મનમાં ધારીને નીતિ હશે તે કહીશ. તે વાતથી બેઉ પક્ષવાળિયો રાજી થઈયો. પછી તે ભમરીયે તેનો કજીયો મન સાથે ધારીને કહ્યું, સાંભળો છો ? તહ્મે બેઉ જણિયો એક સરખી દેખાઓ છો, તેથી ખરા ખોટાનો ચૂકાદો કરવો મ્હને જરા કઠણ લાગે છે એટલા માટે મધમાખિયો તહ્મે એમ કરો કે, એક ખાલી પૂડો લો, અને માખિયો, તહ્મે પણ તેવો જ એક લો અને તેમાં મધ કરીને બેઉ જણાં મ્હારી પાસે લાવો. ”

“ ઈસાપ નીતિની વાતો. નામદાર બોર્ડ આવ એડ્યુકેશનના હુકમથી રણછોડદાસ ગિરધરભાઈયે ગુજરાતીમાં કર્યો. ૧૮૫૪. ”

૧૮૫૪
 
( ૧૦ )
" પ્રાર્થના.

ઓ દયાળુ પરમેશ્વર છે તુંજ ખુબી અપારં
ધ્યાન કરીએ રોજ જો તું છે જીવ દાતાર