પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.


મોટા દરિઆ, ડુંગરો જહાડને જાનવર
એ સર્વ તારી * * * એવો તું દાદગર.

ગુરૂજી.

પ્રણામ કરીએ ગુરૂજી તમ આભાર અમ શીશ
સિખવ્યું શંધુ ભણતાં ન રાખ્યું કાંઇ પણ મીશ,
બદચાલ કહડાવી દઈ રોપો છ સદગુણ
ગુન્હાથી છોડાવીને ભણાવી કરો નિપુણ.

“જ્ઞાન બોધક, આંક ૧ લો. સ્ટુડેંટ્સ લિટરરી એંડ સાયનટીફિક સોસ્ટાએટી એ નામની મંડળિએ બનાવીને મુંબઇ દફતર આશકારા છાપખાનામાં છપાવ્યો. સને ૧૮૫૫.૧૮૫૫

( ૧૧ )

पेहेलाં घर १ तलीयानी पोलनु महेता दादाभाइना पासानु महेता कालीदासने विक्रित वेचांण आपुतु साहा मकनदासे वेच्युतु तेह साहा मकनदासना भत्रीजा साहा नीरभेराम तथा शोभाराम एक परदेश हता तेहना वारसाना रुपैआ १०) अंके दस राष्याता तेह ए भाइ बे परदेशथी केटलेक दीवसे नाव्या तिवारे तेहना वारसाना रुपैआ दस एह साहा मोटे लिधा छे.

વિ. સં. ૧૮૨૪ જ્યેષ્ટ વદી પ ને રવૌનું ખત. ૧૭૬૮.




પ્રકરણ ૩.

અમદાવાદમાં સાહિત્યને અઙ્‌ગે ચળવિકળ–ગુજરાત
વર્નાક્યુલર સોસાયટી–ફોર્બ્સ જીવનચરિત્ર.

છેક ઇ. સ. ૧૮૪૮ સુધી અને ત્યાર પછીનાં કેટલાંક વર્ષ સુધી પણ ગુજરાતી ભાષાની સ્થિતિ કેવી કઢંગી હતી, તે ભાષાની કેળવણી આપવામાં કેવાં પુસ્તકો શિખવાતાં, તે અરસામાં કેવાં પુસ્તક પ્રગટ થતાં અને તેમની ભાષા કેવી હતી તે અમે કહી ગયા. ઘણાં ઘરડાં માણસોને મોઢે